આમચી મુંબઈ

મેટ્રોના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચારઃ મેટ્રો ત્રણના કોરિડોરમાં બેસ્ટ બસની કનેક્ટિવિટી સુધારવાની યોજના

મુંબઈઃ મુંબઈ મેટ્રો ૩ લાઇનનો બીજો તબક્કો શરુ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. મેટ્રો સ્ટેશનો સાથેની કનેક્ટિવિટીને વધારવાના પ્રયાસમાં, બેસ્ટ ઉપક્રમે ૨૦૨૫માં ૩૨ બસ રૂટમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે.

પ્રાપ્ત સત્તાવાર દસ્તાવેજો અનુસાર આ યોજનામાં ૧૩ રૂટ (૪૬૪ ટ્રિપ્સ)માં વધારો, ૬ રૂટનું ડાયવર્ઝન (૨૬૪ ટ્રિપ્સ), ત્રણ રૂટ્સ (૭૮ ટ્રિપ્સ)નું વિસ્તરણ અને ૧૦ રૂટ (૪૩૫ ટ્રિપ્સ)માં ઘટાડો, કુલ ૧,૨૪૧ ટ્રિપ્સનો સમાવેશ થાય છે. આ પહેલથી મુસાફરોનો રાહ જોવાનો સમય સરેરાશ ૧૫ મિનિટ સુધી ઘટાડવાની અપેક્ષા છે.

આપણ વાંચો: ગુજરાતને મળશે 11 નવા એરપોર્ટઃ ઈન્ટરસ્ટેટ એર કનેક્ટિવિટી ધંધામાં કરશે વૃદ્ધિ

બેસ્ટની બસમાં રોજના 30 લાખથી વધુ પ્રવાસી કરે છે મુસાફરી

ગયા મહિને, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બૃહદમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરી હતી, જે એક દાયકા પહેલા ૪,૫૦૦ બસોથી ઘટીને લગભગ ૨,૮૦૦ બસો પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે બેસ્ટ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં દરરોજ ૩૦ લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે.

નવા રુટમાં ખાસ નવી રિંગ-રૂટ પેટર્નનો સમાવેશ

સમીક્ષા બેઠક દરમિયાન બેસ્ટ દ્વારા તેના રૂટ રેશનલાઇઝેશનની વ્યૂહરચના રજૂ કરવામાં આવી હતી. રૂટ રેશનલાઇઝેશન ઉપરાંત, બેસ્ટ ફેઝ ૨ માટે ૧૭ રૂટ પર ૨૯ વધારાની બસો અને ફેઝ ૩ માટે ૩૦ રૂટ પર ૫૦ બસો શરુ કરવાની યોજના ધરાવે છે. હાલમાં, બેસ્ટ આ રૂટ પર અનુક્રમે ૪૫ અને ૮૪ બસો ચલાવે છે.

વધુમાં, પીક અવર્સ દરમિયાન વધુ માંગવાળા રૂટ પર વધુ બસોની વ્યવસ્થા કરવી, નવી રિંગ-રૂટ પેટર્નનો સમાવેશ કરવો, જે મેટ્રો સ્ટેશનોને ઉપનગરીય રેલ હબ અને વાણિજ્યિક કેન્દ્રો સાથે જોડશે.

આપણ વાંચો: થાઈલેન્ડ અને મલેશિયાને સીધી એર કનેક્ટિવિટી તો અમારો શું વાંક?: મસ્કતવાસીઓની વ્યથા

બે વર્ષમાં પેસેન્જર ઈન્કમમાં થયો ઘટાડો

ઉપનગરીય રેલવે નેટવર્ક (જેનો ઉપયોગ દરરોજ ૭૫ લાખથી વધુ મુસાફરો કરે છે) પછી મુંબઈની બીજી સૌથી મોટી જાહેર પરિવહન સેવા, બેસ્ટ, વર્ષોમાં સૌથી ખરાબ નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. છેલ્લા બે નાણાકીય વર્ષમાં પેસેન્જર સર્વિસ રેવન્યુ રૂ. ૭૦૦ કરોડથી નીચે પહોંચ્યું છે.

ભાડાથી 590 કરોડ રુપિયાની આવક વધશે

બેસ્ટએ ભાડામાં સુધારો કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે, જેને મુંબઈ નાગરિક સંસ્થા અને પ્રાદેશિક પરિવહન સત્તામંડળ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુધારિત ભાડાથી વાર્ષિક આવકમાં ૫૯૦ કરોડ રૂપિયાનો વધારો થવાની ધારણા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button