મુંબઈ-નાગપુરના વિદ્યાર્થીઓ માટે મેટ્રોમાં પણ મફત મુસાફરીના સંકેતો!

મુંબઈ: મુંબઈમાં શાળાના વિદ્યાર્થીઓને મુસાફરી કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ટ્રાફિક જામને કારણે તેમને શાળાએ સમયસર પહોંચવું મુશ્કેલ બને છે.
આ માટે શાળાના વિદ્યાર્થીઓ માટે બેસ્ટની બસોમાં મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે મુંબઈ અને નાગપુરના વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં મેટ્રોમાં પણ મફત મુસાફરી કરી શકશે. જોકે આ અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી.
આપણ વાચો: શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકો બસમાં મફત મુસાફરી કરી શકશે, ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય
ઉદ્ધવ ઠાકરે સેનાના ધારાસભ્ય સુનીલ શિંદેએ વિધાન પરિષદમાં આની ભલામણ કરી હતી. તેમના મતે શાળાના સમય દરમિયાન મફત મુસાફરીથી વિદ્યાર્થીઓના સમયની બચત થશે, ઉપરાંત તેઓ સુરક્ષિત અને આરામદાયક મુસાફરી કરી શકશે. વિદ્યાર્થીઓને મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાથી તેમના શિક્ષણને પ્રોત્સાહન મળશે.
એટલું જ નહીં પરંતુ માતા-પિતાના આર્થિક ભારણમાં પણ થોડો ઘટાડો થશે. ઉપરાંત, મેટ્રોનો ઉપયોગ વધવાથી રોડ ટ્રાફિકમાંથી પણ રાહત મળશે. શિંદેએ વિધાનસભામાં સ્પષ્ટતા કરી હતી કે શાળાના વિદ્યાર્થીઓના લાભ માટે આ યોજના ટૂંક સમયમાં લાગુ કરવાની જરૂર છે.



