મીરા રોડ હવે દૂર નથી: ફડણવીસે મેટ્રો-9ના ટ્રાયલ રનનું ઉદ્ઘાટન કર્યું | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મીરા રોડ હવે દૂર નથી: ફડણવીસે મેટ્રો-9ના ટ્રાયલ રનનું ઉદ્ઘાટન કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે લાંબી રાહનો અંત આવ્યો. ફડણવીસે રાજ્યના બંને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત દાદા પવારની હાજરીમાં મેટ્રો-9ના પ્રથમ તબક્કાના ટ્રાયલ રનનો પ્રારંભ કરાવ્યો.

ફડણવીસ મેટ્રોમાં ચઢ્યા. આ પ્રસંગે ફડણવીસે કહ્યું હતું કે, ખુશીની વાત છે કે કાશીગાંવથી દહીસર (પૂર્વ) સુધીના મેટ્રો રૂટ-9, ફેઝ-1નો ટ્રાયલ રન આજે શરૂ થઈ રહ્યો છે.

તેના સફળ પરીક્ષણ પછી, આ સુવિધા ખૂબ જ ટૂંક સમયમાં સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ મેટ્રોની કનેક્ટિવિટી સાથે મુંબઈ અને થાણેમાં નિયમિત મુસાફરી કરતા લોકોને સીમલેસ કનેક્ટિવિટીનો લાભ મળશે. ટ્રાયલ રન હવે ચાર સ્ટેશનો વચ્ચે થશે.

આપણ વાંચો: મુંબઈમાં વધુ એક મેટ્રો ટ્રેન દોડાવવા માટે પ્રશાસન સજ્જઃ દહીસર-ભાયંદરવાસીઓને થશે રાહત

આ પ્રસંગે ફડણવીસે જણાવ્યું હતું કે મેટ્રો રૂટથી મીરા ભાઈંદર અને મુંબઈથી આવતા મુસાફરોને ઘણો ફાયદો થશે. તેનો મુખ્ય ઉદ્દેશ સીમલેસ કનેક્ટિવિટી પ્રાપ્ત કરવાનો છે. ઉદ્ઘાટન પ્રસંગે બોલતા ફડણવીસે કહ્યું કે મુંબઈ મેટ્રો-9નો પરીક્ષણનો તબક્કો આજે પૂર્ણ થઈ રહ્યો છે.

આ મેટ્રો 9 મીરા ભાઈંદર અને મુંબઈથી આવતા લોકોને ઘણો ફાયદો કરાવશે. આ તબક્કો કાશીગાંવથી દહીસર સુધીનો છે. આ રેડ લાઈન 9માં આઠ સ્ટેશનો છે. જેમાં દહિસર, પાંડુરંગ વાડી, મીરાગાંવ, કાશીગાંવ, સાઈ બાબા નગર, મજિઠિયા નગર, શહીદ ભગત સિંહ ગાર્ડન અને સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં, કાશીગાંવ સુધીના ફક્ત પ્રથમ ચાર સ્ટેશનો જ ખુલશે.

2025 ના અંત સુધીમાં આ રૂટ પર મેટ્રો સેવા શરૂ કરવાની યોજના ધરાવે છે. મેટ્રો-9 કોરિડોર પણ મેટ્રો-7અ સાથે જોડાયેલ છે. મુંબઈ મેટ્રો-9 કોરિડોરના સમગ્ર રૂટનું 85 ટકાથી વધુ સિવિલ વર્ક પૂર્ણ થઈ ગયું છે.

આ રૂટ પર કુલ 8 સ્ટેશન છે. ચાર સ્ટેશન ટ્રાયલ માટે તૈયાર છે, જ્યારે બાકીના ચાર મેટ્રો સ્ટેશન પણ આગામી થોડા અઠવાડિયામાં ટ્રાયલ રન માટે તૈયાર થઈ જશે. મુંબઈ મેટ્રો રેડ લાઈન 9 એ થાણે જિલ્લામાં પહેલી મેટ્રો રેલ છે જે મીરા રોડ સુધી ચાલશે.

આ મેટ્રો લાઇન અંધેરી-દહિસરથી મીરા-ભાયંદર સુધીની રેડ લાઇન 7 નું વિસ્તરણ છે. આનાથી પ્રથમ તબક્કામાં અંધેરીથી કાશીમીરા સુધી સીધો મેટ્રો લિંક સક્ષમ બનશે અને બીજા તબક્કામાં તેને ભાયંદર (પશ્ર્ચિમ) ના સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ સુધી લંબાવવામાં આવશે.

Back to top button