પશ્ચિમ રેલવેમાં વધુ બે દિવસ ધાંધિયા: નાઇટ બ્લોકને કારણે સેંકડો ટ્રેન રદ રહેશે, પ્રવાસીઓને હાલાકી…

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં કાંદિવલી -બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ સંબંધિત કામને પૂરું કરવા માટે 20/21 ડિસેમ્બર 2025ની રાતથી 18 જાન્યુઆરી, 2026 સુધી કુલ 30 દિવસનો મેગા બ્લોક જાહેર કરાયો છે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે પર કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. આ બ્લોક અન્વયે આવતીકાલ બુધવારે અને ગુરુવારે બે નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે,
જેથી પશ્ચિમ રેલવેમાં રેલવેની અખબારી યાદી અનુસાર અપ ફાસ્ટ લાઇન પર પોઇન્ટ નંબર 102ના સમાવેશ માટે 07/08 જાન્યુઆરી, 2026ની રાતે મેગા બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અપ ફાસ્ટ લાઇન પર 00:00 કલાકથી 05:30 કલાક સુધી અને ડાઉન ફાસ્ટ લાઇન પર 01:00 કલાકથી 04:30 કલાક સુધી રહેશે. તે ઉપરાંત જાન્યુઆરી 08/09 ના રોજ કાંદિવલી પર પોઇન્ટ ઇન્સર્શન અને ડિસમેન્ટલના કાર્ય માટે અપ ફાસ્ટ લાઇન પર 11.:15 કલાકથી વહેલી સવારના 03:15 કલાક સુધી અને ડાઉન ફાસ્ટ લાઇન પર 01:00 કલાકથી 04:30 કલાક સુધી બ્લોક રહેશે.
ઉપરોક્ત બ્લોક અને 5 નંબરની લાઈનના સસ્પેન્શન સાથે સ્પીડ રિસ્ટ્રિક્શનને કારણે કેટલીક ઉપનગરીય ટ્રેન સેવાઓ રદ કરવામાં આવશે, જ્યારે કેટલીક મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોનું નિયમન કરવામાં આવશે. આવતીકાલે શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનમાં નંદુરબાર-બોરીવલી એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 19426) વસઈ રોડ પર ટર્મિનેટ થશે. ઉપરાંત, અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ (ટ્રેન સંખ્યા 19418) વસઈ રોડ પર ટર્મિનેટ થશે, જ્યારે અમુક ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
બ્લોકને કારણે અસરગ્રસ્ત ટ્રેનોની વિસ્તૃત જાણકારી પરિશિષ્ટ I અને IIમાં આપવામાં આવી છે. આ બાબતની વિસ્તૃત જાણકારી સંબંધિત સ્ટેશન માસ્ટરો પાસે પણ ઉપલબ્ધ છે. રેલવે દ્વારા પ્રવાસીઓને ફેરફારની નોંધ લઈને તે પ્રમાણે પ્રવાસની આયોજન કરવા વિનંતી કરાઈ છે.
08 જાન્યુઆરી 2026 રદ થનારી ટ્રેનમાં 63 (અપ ટ્રેન) તથા 59 ડાઉન ટ્રેન મળીને કુલ 122 ટ્રેનનો સમાવેશ થાય છે, જ્યારે 09 જાન્યુઆરીના પચાસ અપ અને એકાવન ડાઉન ટ્રેન મળીને કુલ 101 ટ્રેનનો સમાવેશ થાય છે. કુલ મળીને 223 ટ્રેનનો સમાવેશ થાય છે. ઉપરાંત, અમુક શોર્ટ ડિસ્ટન્સની ટ્રેનને આંશિક રીતે કરવામાં આવશે, જેથી આગામી ત્રણેક દિવસ પ્રવાસીઓને મોડી રાત અને વહેલી સવારથી બપોર સુધી ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડશે.
રદ રહેનારી ટ્રેનની યાદી



