મરાઠા રિઝર્વેશનઃ જરાંગેની મુંબઈ તરફ આગેકૂચ, સુરક્ષાનો કડક બંદોબસ્ત
મુંબઈ: મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણીને લઈને 26 જાન્યુઆરીએ મનોજ જરાંગે સહિત તેના કાર્યકરોની મુંબઈ ભણી આગેકૂચ યથાવત્ રહી છે. મુંબઈ-પુણે એક્સ્પ્રેસ હાઇ-વેનો પ્રવાસ કરી લોનાવલાથી મુંબઈ આવવા માટે લાખોની સંખ્યામાં મરાઠા કાર્યકરોને લઈને જરાંગે પાટીલની યાત્રા નીકળી ગઈ છે.
આ આંદોલનને શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે મુંબઈ અને તેની આસપાસના શહેરોમાં પોલીસનો કડક બંદોબસ્ત રાખ્યો છે. એક મરાઠા લાખ મરાઠા નારા લગાવતા લાખો મરાઠા આવતીકાલે મુંબઈ પહોંચશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પુણે પોલીસ દ્વારા મરાઠા આંદોલનને લઈને જરાંગે પાટીલને બીજા રસ્તા પરથી મુંબઈ જવાની અરજી કરવામાં આવી હતી, જેને આંદોલનકારીઓએ માન્ય રાખીને બીજા રસ્તે મુંબઈ આવવાનું નક્કી કર્યું હતું. આ આંદોલન પુણે મુંબઈ એક્સ્પ્રેસ હાઇ-વે પરથી મુંબઈ આવવાનું હતું, પણ પોલીસે આપેલા આદેશને કારણે આ આંદોલન પુણે-મુંબઈ હાઇ-વેથી મુંબઈ આવશે, એવી માહિતી એક કાર્યકરે આપી હતી
આવતીકાલે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન નિમિત્તે લાખો મરાઠા આંદોલનકારીઓ મુંબઈમાં આવવાના છે, જ્યારે આ આંદોલનને ત્રણ કરોડથી વધુ લોકોએ જરાંગે પાટીલે 20 જાન્યુઆરીએ જાલનાના આંતરવલી-સરતી ગામથી આ આંદોલનની શરૂઆત કરી હતી તેમ જ આ આંદોલન પ્રજાસત્તાક દિન નિમિત્તે મુંબઈમાં પહોંચશે એવું અવાહન પણ જરાંગે પાટીલે કર્યું હતું.
જરાંગે પાટીલના મુંબઈમાં આંદોલનને લઈને મહારાષ્ટ્ર સરકાર એલેર્ટ થઈ ગયું છે. આંદોલનને લઈને લોનાવલામાં મુંબઈ-પુણે એક્સ્પ્રેસ હાઇ-વે પર બંને બાજુએ પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. આ સાથે રેપિડ ઍક્શન ફોર્સ અને બોમ્બ સ્કવોડને પણ ઊભી કરવામાં આવી છે.
સરકાર દ્વારા મરાઠા આંદોલનને પાછું લેવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને મરાઠા આરક્ષણ આપવા માટે સરકાર સકારાત્મક પણ છે તેમ જ સરકાર ફેબ્રુઆરીમાં વિધાનમંડળના વિશેષ સત્રમાં જાહેરાત કરવામાં આવશે.
જોકે, સરકારના આ દરેક આશ્વાસન સામે કહ્યું હતું કે મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે સરકારને સાત મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, પણ સરકાર આ મામલે મૂડમાં નથી અને જ્યાં સુધી આરક્ષણ નહીં મળે ત્યાં સુધી અમે મુંબઈ છોડીશું નહીં, એવું પણ આવ્હાન જરાંગેએ કર્યું હતું.