આમચી મુંબઈમનોરંજન

મરાઠા આંદોલન માટે સક્રિય રહેનારા કાર્યક્રરે ભર્યું અંતિમ પગલુંઃ સંયોજકે પોસ્ટમાં કર્યો દાવો

મુંબઇ: જાલના જિલ્લામાં મરાઠા આંદોલનમાં સક્રિય રહેલા સુનીલ કાવલેએ મુંબઇમાં આત્મહત્યા કરી હોવાની માહિતી મરાઠા ક્રાંતિ મોરચાના સંયોજક વિનોદ પાટીલે તેમની સોશિયલ મિડિયા પોસ્ટમાં આપી હતી. તેમણે પોસ્ટમાં તેમના મરાઠા ભાઇઓને સંબોધતા કહ્યું હતું કે મરાઠી ભાઈઓ તમારી માંગણીઓ રજૂ કરવાની આ યોગ્ય માગ નથી. ઇતિહાસમાં આપણી આ યોદ્ધા જાતિએ અનેક યુદ્ધો જીત્યા છે. થાકશો નહીં, યુદ્ધને અધવચ્ચે છોડશો નહીં. સરકારને વિનંતી છે કે આ મામલો વધુ ગંભીર બનવા જઈ રહ્યો છે, કમ સે કમ એ સ્વીકારો કે મરાઠા આરક્ષણનો મુદ્દો આપણા અસ્તિત્વ સાથે જોડાયેલો છે આટલું બધું ગુમાવ્યા પછી પણ તમે જાગતા નથી. આ પછીથી મરાઠી યુવાનો આત્મહત્યા ન કરે એ માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

તમામ યુવાનોને મારી વિનંતી છે કે ભૂતકાળમાં 48 લોકોએ બલિદાન આપ્યું છે. યુવાનો આ અનામત તમારા હક અને ભવિષ્ય માટે છે. તેથી દરેકે ધીરજ રાખવી, એમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યમાં ચાર ચાર મુખ્ય પ્રધાનો આવ્યા અને ગયા. પૃથ્વીરાજ ચવ્હાણ આવ્યા, કોર્ટમાં અનામત ટકી નહીં. ફડણવીસના કાયૅકાળ દરમિયાન અનામત હાઈકોર્ટમાં ટકી ગયું. તે ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન રદ કરવામાં આવ્યું હતું.
એકનાથ શિંદે આવ્યાને દોઢ વર્ષ થવા છતાં આરક્ષણ મળ્યું નથી. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આપણે આ બાબતની જવાબદારી સાથે આગળ આવવું જોઈએ અને કાયમી અનામત આપવાનું નિવેદન આપવું જોઈએ. સમાજના યુવાનોનો વિશ્વાસ ઉઠી ગયો છે. યુવાનો મૂંઝવણમાં છે, કારણ કે અમને જે મળે છે તે ટકાઉ નથી, તેથી સરકારે તાત્કાલિક જવાબદારી સ્વીકારવી જોઈએ’ એમ તેમણે જણાવ્યુ હતું.

સુનીલ કાવલે જાલના જિલ્લાના છે. તેનો ભત્રીજો શિવા એસટી કોલોનીમાં રહે છે, તે સંભાજી નગરનો છે. તેના ભાઈઓ ગામડામાં છે. ગામડે તે કહીને નીકળ્યો હતો કે હું મુંબઇ જઇને આવુ છું અને તેણે મુંબઈમાં આત્મહત્યા કરી એવું તેણે જણાવ્યું હતું. આ ઉપરાંત, વિનોદ પાટીલે એમ પણ કહ્યું હતું કે “તેઓ એવી છાપ હેઠળ હશે કે જો તેઓ મુંબઈ જેવી રાજધાનીમાં જશે અને આત્મહત્યા કરશે તો જ તેઓની નોંધ લેવામાં આવશે.

રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણે તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતુ કે મરાઠા આરક્ષણ આંદોલનમાં સક્રિય રહેલા સુનીલ કાવલેને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મારી સૌને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને આવું આત્યંતિક પગલું ન ભરો.

મરાઠાઓને તેમના જીવનનો અંત લાવવાથી આરક્ષણ નહીં મળે, તેમણે લોકશાહી દ્વારા તેના માટે લડવું પડશે. આ સાથે હું કેન્દ્ર અને રાજ્ય સરકારોને પણ વિનંતી કરું છું કે તેઓ મરાઠા કાર્યકર્તાઓની આત્મહત્યાની ગંભીર નોંધ લે અને મરાઠા આરક્ષણની માંગને પૂર્ણ કરવા માટે તાત્કાલિક નક્કર પગલાં ભરે. આ મરાઠા આંદોલનકારીની આત્મહત્યાથી રાજકારણ વાતાવરણ વધુ ગરમાય તેવી શક્યતા છે. આ અંગે સરકાર સ્તરે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું અગત્યનું રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…