આમચી મુંબઈ

‘કસાબ કા ભાઇ બોલ રહા હું’

પોલીસ ક્ધટ્રોલ રૂમને ધમકીભર્યો કૉલ કરનારો મુલુંડથી પકડાયો

મુંબઈ: રેલવે સ્ટેશન પર આરપીએફના કોન્સ્ટેબલ સાથે ઝઘડો થયા બાદ દારૂના નશામાં પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કરી પોલીસ મુખ્યાલયને ફૂંકી મારવાની ધમકી આપવા બદલ 28 વર્ષના યુવકને મુલુંડથી પકડી પાડવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મંગળવારે મોડી રાતે પોલીસ ક્ધટ્રોલ રૂમને મોબાઇલ નંબર પરથી કૉલ પ્રાપ્ત થયો હતો. કૉલ કરનારે ક્ધટ્રોલ રૂમમાં હાજર અધિકારીને અપશબ્દો કહ્યા હતા અને પોલીસ મુખ્યાલયને ફૂંકી મારવાની ધમકી આપી હતી.

આપણ વાંચો: અકસ્માતમાં રાહદારીએ જીવ ગુમાવ્યાના સાડાછ વર્ષે અંધેરી પોલીસે ગુનો નોંધ્યો!

ઉપરાંત પોતે ‘આતંકવાદી કસાબ’નો ભાઇ હોવાનો તેણે દાવો કર્યો હતો. તેણે મુંબઈના આતંકવાદી હુમલાના દોષી અજમલ કસાબનો ઉલ્લેખ કર્યો હતો, જેને ફાંસી આપવામાં આવી હતી. ‘કસાબ કા ભાઇ બોલ રહા હું’ એવું કહીને તેણે ફોન કાપી નાખ્યો હતો.

કૉલ મુલુંડથી આવ્યો હોવાનું જણાયા બાદ મુલુંડ પોલીસને આની જાણ કરવામાં આવી હતી, જેને પગલે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. ક્ધટ્રોલ રૂમને કૉલ કરી ધમકી આપનારને બાદમાં મુલુંડથી શોધી કાઢવામાં આવ્યો હતો.

આપણ વાંચો: વિધાનસભાની ચૂંટણી: મુંબઈમાં 30,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારી રહેશે ખડેપગે

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે કૉલ કરનારની ઓળખ પીયૂષ શુકલા (28) તરીકે થઇ હતી, જે થાણેમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. તે મુલુંડ જતી ટ્રેનમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો.

આથી તેને આરપીએફના કોન્સ્ટેબલે પ્લેટફોર્મ પરથી ભગાડી દીધો હતો. કોન્સ્ટેબલ સાથે ઝઘડો થયા બાદ નારાજ થયેલા પીયૂષ શુકલાએ ફરિયાદ કરવા માટે ક્ધટ્રોલ રૂમને કૉલ કર્યો હતો, પણ ફોન પર બોલાચાલી થતાં તેણે ધમકી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button