આમચી મુંબઈ

મલાડમાં ટોણો મારનારા મિત્રનું ગળું ચીરનારા યુવકની ધરપકડ

મુંબઈ: અલગ રહેતી પત્નીને સંબોધીને ટોણો મારનારા મિત્રનું યુવકે ગળું ચીર્યું હોવાની ઘટના મલાડમાં બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારની સવારે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા શખસની ઓળખ દિલખુશ સાહ (21) તરીકે થઈ હતી. આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધી આરોપી ગણેશ મંડલ (25)ની ધરપકડ કરવામાં આવી હતી.

દિલખુશ અને ગણેશ કૅટરિંગ ફર્મમાં કામ કરતા હતા અને બન્ને બિહારના મધુબનીના વતની છે. આરોપી ગણેશ કેટરિંગ કંપનીમાં રસોઈયા તરીકે, જ્યારે દિલખુશ તેના મદદનીશ તરીકે કામ કરતો હતો.

પરિણીત ગણેશની પત્ની છેલ્લાં ચારેક વર્ષથી તેને છોડી ગઈ હતી અને અલગ રહેવા માંડી હતી. આ વાતને લઈ દિલખુશ વારંવાર ગણેશને ટોણો મારતો હતો. કહેવાય છેકે કામ નિમિત્તે માલિકે ગુરુવારની સવારે બન્નેને કાંદિવલી મોકલ્યા હતા. રસ્તામાં બન્ને વચ્ચે આ જ મામલે વિવાદ થયો હતો.

આ પણ વાંચો: પોલીસ વૅનમાં આરોપીએ બ્લૅડથી પોતાનું જ ગળું ચીર્યું

મલાડ પશ્ર્ચિમમાં લાઈલાઈન હૉસ્પિટલ નજીકની એક બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસે બોલાચાલી થતાં ગણેશે તેની પાસેની છરીથી દિલખુશ પર હુમલો કર્યો હતો. દિલખુશનું ગળું ચીરવામાં આવતાં તે ગંભીર રીતે ઘવાયો હતો.

બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. દિલખુશને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે ગણેશને તાબામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગણેશ પાસેથી કૅટરિંગમાં વપરાતી છરી પણ હસ્તગત કરાઈ હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button