મહારાષ્ટ્ર ATSનો મોટી કાર્યવાહી: મુંબ્રા કૌસામાંથી શિક્ષક ઇબ્રાહિમ આબિદી શંકાના ઘેરામાં, ‘આતંકી વિચારધારા’ ફેલાવવાનો આરોપ!

મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી દળ (એટીએસ)એ મુંબ્રા કૌસા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. શિક્ષક ઇબ્રાહિમ આબિદીના ભાડાના મકાન પર દરોડો પાડીને તપાસ શરૂ કરી દીધી છે. પ્રારંભિક માહિતી મુજબ, તે દર રવિવારે કુર્લાની એક મસ્જિદમાં ઉર્દૂ ભાષા શીખવવા જતા હતા.
એટીએસને શંકા છે કે આબિદી બાળકોને આતંકવાદી વિચારધારા તરફ ઢાળીને તેમને ખતરનાક પ્રવૃત્તિઓ માટે તૈયાર કરી રહ્યા હતા. તેમની બીજી પત્ની કુર્લામાં રહે છે, તેથી તેમના ઘરે પણ દરોડો પાડવામાં આવ્યા છે.
દરોડા દરમિયાન ઘરમાંથી અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ડિજિટલ સામગ્રી જપ્ત કરવામાં આવી છે. જેની તકનીકી તપાસ ચાલુ છે, જેથી આતંકી નેટવર્ક સાથેના કોઈ સંબંધની પુષ્ટિ થઈ શકે. આ કાર્યવાહી પુણેમાં અલ-કાયદા સાથે જોડાયેલા એક સોફ્ટવેર એન્જિનિયરની ધરપકડ સાથે જોડાયેલી છે.
એટીએસે અગાઉ પુણેમાંથી જુબૈર ઇલિયાસ હંગરગેકરને પકડ્યો હતો. તેના પર ‘અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ’ (એક્યુઆઈએસ)ના સમર્થનમાં જેહાદનો પ્રચાર કરીને દેશની એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકવાનો આરોપ છે.
દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ પછી તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. મહત્વના સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત નિગરાની રાખવામાં આવી રહી છે.
આપણ વાંચો: આતંકવાદી હુમલાનો સામનો કરવા મુંબઈ કેટલું સજ્જ?: અધિકારીઓએ સુરક્ષા સમીક્ષા કરી…



