મુંબઈના નાગપાડામાં મોટી દુર્ઘટનાઃ ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર મજૂરનાં મોત

મુંબઈઃ અહીંના નાગપાડા વિસ્તારની અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા મજૂરો મોટી દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. ટાંકીની સફાઈ કરવા ઉતરેલા મજૂર ગૂંગળામણને કારણે મોત થયા હોવાનું મુંબઈ પાલિકા પ્રશાસનના અધિકારીએ જણાવ્યું હતું.
ગૂંગળામણનો ભોગ બન્યા મજૂરો
નાગપાડા વિસ્તારની નિર્માણાધીન ઈમારતની વોટર ટેંકમાં ગૂંગળામણને કારણે ચાર મજૂરનાં મોત થયા છે. આ દુર્ઘટના પછી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન તમામ મજૂરને જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ચાર મજૂરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે પાંચમા મજૂરને ગૂંગળામણને કારણે બેભાન થઈ જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આપણ વાંચો: મધ્ય પ્રદેશના બૈતુલની ખાણમાં સ્લેબ તૂટતા ઘટી મોટી દુર્ઘટના, અનેક શ્રમિકો દટાયા
પાચમા મજૂરની તબિયત સ્થિર
શરુઆતમાં પાંચ મજૂરના મોત થયાની માહિતી મળી હતી, પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા ચાર મજૂરના મોત થયાની પુષ્ટિ કરી હતી તેમ જ હાલમાં પાંચમા મજૂરની હાલત સ્થિત હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ બનાવ સવારે 11.30 વાગ્યાની આસપાસ બન્ય ોહતો, જેમાં ચાર મજૂરનાં ગૂંગળામણને કારણે મોત થયા હતા. અહીંની બિસ્મિલ્લાહ સ્પેસ નામની નિર્માણાધીન ઈમારતની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સફાઈ માટે ઉતર્યા હતા, ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. હાલના તબક્કે પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
આપણ વાંચો: અગિયારમો દિવસઃ તેલંગણા ટનલ દુર્ઘટનામાં બચાવ અભિયાન યથાવત: આઠ લોકો ફસાયેલા
ફાયર બ્રિગેડે શું કહ્યું, જાણો?
આ દુર્ઘટના મુદ્દે ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું હતું કે પાંચ મજૂર ટાંકી સાફ કરવા માટે ઉતર્યા હતા, પરંતુ એ જ વખતે ટાંકીમાં જ બેભાન થઈ ગયા હતા. આ બનાવ પછી ફાયર બ્રિગેડની સાથે પોલીસ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની મદદથી મજૂરને બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યાર બાદ જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે ચારને મૃત જાહેર કર્યાં હતા. મૃતકની ઓળખ હસીપાલ શેખ (19), રાજા શેખ (20), ઈમાંડુ શેખ (38) અને જિયાઉલ્લા શેખ (36), જ્યારે પુરહાન શેખની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, એમ પાલિકા પ્રશાસને જણાવ્યું હતું.