મહાવિકાસ આઘાડીની સંયુક્ત કાર્યકર્તા-પદાધિકારીઓની બેઠક 16 ઑગસ્ટે
મુંબઈ: વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડી (એમવીએ)ની પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓની પહેલી સંયુક્ત બેઠકનું આયોજન 16 ઑગ્સેટ મધ્ય મુંબઈ વિસ્તારમાં કરવામાં આવશે, એમ તેમના નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકનું આયોજન સાયનના ષણ્મુખાનંદ હોલમાં કરવામાં આવ્યું છે.
આ નિર્ણય એમવીએના ત્રણ મુખ્ય ઘટકપક્ષો શિવસેના (યુબીટી), કૉંગ્રેસ અને એનસીપી (એસપી)ના નેતાઓની ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની દક્ષિણ મુંબઈની કચેરી શિવાલયમાં આયોજિત બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટેની વ્યૂહ રચના પર ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો: મહાવિકાસ આઘાડીમાં માથાકૂટ ન થાય એ માટે શરદ પવારની ઉપરાઉપરી બેઠક
આ બેઠક બાદ વિધાનસભામાં વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે એવી માહિતી આપી હતી કે એમવીએના નેતાઓએ લઘુતમ સમાન કાર્યક્રમ અને મેનિફેસ્ટો પર ચર્ચા કરી હતી અને સરકારનો વિકલ્પ બનવાના હેતુ સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
એમવીએ દ્વારા સારી સરકાર ચલાવવામાં આવી હતી અને આખા દેશે કોરોના રોગચાળા દરમિયાન તેમના કામની નોંધ લીધી હતી, એમ શિવસેના (યુબીટી)ના નેતા વિનાયક રાઉતે કહ્યું હતું. (પીટીઆઈ)