મહાવિકાસ આઘાડીમાં ત્રણ વહેણ, બધાને મુખ્ય પ્રધાનપદ જોઈએ છે: રાવસાહેબ દાનવે
જાલના: ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ મહાવિકાસ આઘાડીની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેઓ તેમની આક્રમક શૈલી માટે જાણીતા છે. તેમણે મહાયુતિની વિધાનસભાની તૈયારીઓ વિશે માહિતી આપતાં મહાવિકાસ આઘાડીની હાલત પ્રત્યે ધ્યાન દોર્યું હતું.
મુંબઈમાં ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીમાં થયેલા નબળા દેખાવની ચર્ચા થઈ હતી. જેથી આગામી વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપે ફિનિક્સ પાર્ટીની જેમ વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સાથે જ મહાવિકાસ આઘાડી પર ભાજપના નેતાઓ તરફથી જોરદાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ભાજપના નેતા રાવસાહેબ દાનવેએ પોતાની ખાસ શૈલીમાં મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો: મહાવિકાસ આઘાડી રાજ્યના સ્વાસ્થ્ય માટે ‘હાનિકારક’: આવો સંદેશ જનતામાં ફેલાવશે ભાજપ
સંજય રાઉત સવારે કહે છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હશે જ્યારે એનસીપીના જયંત પાટીલે તેમને શાંત પાડ્યા હતા. તેઓ તેમને ચૂપ કરવાનો પ્રયાસ કરે છે અને તે પછી નાના પટોલે ગળામાં રૂમાલ બાંધીને ભાવિ મુખ્ય પ્રધાન બાબતે કંઈક કહેશે, એમ પોતાની આગવી શૈલીમાં મહાવિકાસ આઘાડીમાં મુખ્ય પ્રધાન પદ માટે ચાલી રહેલી ગડભાંજનું વિશ્લેષણ કર્યું હતું અને ઉમેર્યું હતું કે મહાવિકાસ આઘાડીમાં કશું જ સમુસૂતરું નથી.