આમચી મુંબઈનેશનલ

મહારાષ્ટ્રમાં ભાજપે એક જ પરિવાર છ સભ્યોને ઉમેદવાર બનાવ્યા; અજિત પવાર જૂથના નેતા નારાજ

મુંબઈ: મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણીઓની તારીખો જાહેર થતાની સાથે પક્ષોએ પ્રચાર અને ઉમેદવારોની શોધ શરુ કરી દીધી છે. અહેવાલ મુજબ નાંદેડ જિલ્લાની લોહા મ્યુનિસિપલ કાઉન્સિલમાં ઉમેદવારો મામલે મહાયુતિ ગઠબંધનમાં તકરાર થઇ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર) એ તેના સાથી પક્ષ ભાજપ સામે મોરચો ખોલ્યો છે.

અહેવાલ મુજબ, લોહા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી માટે ભાજપે એક જ પરિવારના છ સભ્યોને ઉમેદવાર બનાવતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)ના નેતાઓ નારાજ થયા છે. NCP (AP) ના વિધાન સભ્ય પ્રતાપ પાટિલ ચિખલીકરે ભાજપ પર પર પ્રહારો કર્યા છે.

પત્રકારો સાથે વાત કરતા પ્રતાપ પાટિલ ચિખલીકરે કહ્યું કે જ્યારે વરિષ્ઠ નેતાઓ યોગ્ય ઉમેદવારો ન શોધી શકે ત્યારે આવું કરવામાં આવે છે. એક જ પરિવારના છ નહીં, પણ દસ લોકોને પણ ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.

બિલોલી મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર ન ઉભા રાખવાના ભાજપના પગલા અંગે પણ પાટીલે સવાલ ઉઠાવ્યા.

મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બરે મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે મતદાન થશેમ જેના પરિણામ 3 ડિસેમ્બરના રોજ આવશે.

એક જ પરિવારના છ ઉમેદવારો:

લોહા મ્યુનિસિપલ કાઉન્સિલમાં કુલ 10 વોર્ડમાં આવેલા છે, આગામી ચૂંટણીમાં 20 સભ્યો ચૂંટવામાં આવશે. આ સાથે, મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ પદ માટે પણ ચૂંટણી યોજાવાની છે, ભાજપે ગજાનન સૂર્યવંશીને કાઉન્સિલ પ્રમુખ પદ માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ભાજપે ગજાનન સૂર્યવંશીની પત્ની ગોદાવરી વોર્ડ 7A પર ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે ગજાનન સૂર્યવંશીના ભાઈ સચિન વોર્ડ 1A માંથી, ભાભી સુપ્રિયા વોર્ડ 8A માંથી, સંબંધી વાઘમારે વોર્ડ 7B માંથી અને ભત્રીજાની પત્નીને વોર્ડ 3 પર ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચો…એટલે જ મેં રાજ ઠાકરેને છોડી દીધા: ભાજપમાં જોડાયા બાદ રમેશ પરદેશીનું નિવેદન

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button