લાડકી બહિણ યોજનાનું નામ બદલવા સરકાર વિચારશે: દેવેન્દ્ર ફડણવીસ…

મુંબઈ: લાડકી બહિણ યોજનાનું નામ બદલીને દિવંગત નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા અજિત પવારના નામ પર રાખવાની માંગ પર સરકાર વિચાર કરશે એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
એનસીપીના વિધાન પરિષદના સભ્ય અમોલ મિટકરીએ મંગળવારે માંગ કરી હતી કે મહિલાઓને નાણાકીય સહાય માટે સરકારની મુખ્ય મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાનું નામ બદલીને પવારના નામ પર રાખવામાં આવે.
હરિદ્વારમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ફડણવીસે જણાવ્યું હતું કે ‘ઘણી માંગણીઓ છે.અમે સાથે બેસીને વિચારીશું કે તેના પર કેવી રીતે આગળ વધવું.’
આ પણ વાંચો…અજિત પવારની યાદમાં એનસીપીની યુવા પાંખે રાષ્ટ્રવ્યાપી ‘અસ્થિ કળશ યાત્રા’ શરૂ કરી
મિટકરીએ કહ્યું હતું કે અજિતદાદા રાજ્યની મહિલાઓના પ્રિય ભાઈ હતા. તેઓ રાજ્યભરમાં મુસાફરી કરતા ત્યારે તેમના હાથ રાખડીઓથી ભરેલા રહેતા. જો રાજ્ય સરકાર આ યોજનાનું નામ અજિતદાદાંચી લાડકી બહિણ યોજના રાખે તો એ તેમને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.’
અજિત પવાર નાણાં પ્રધાન હતા ત્યારે તેમણે જુલાઈ 2024 માં જાહેર કરેલી લાડકી બહિણ યોજના 21 થી 65 વર્ષની વય જૂથની પાત્ર મહિલાઓને સીધા બેંક ટ્રાન્સફર દ્વારા દર મહિને 1,500 રૂપિયાની સહાય પૂરી પાડે છે.
(પીટીઆઈ)



