આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારે બે વર્ષમાં પાંચ લાખ કરોડના એમઓયુ કર્યા, 2.5 લાખ રોજગાર નિર્માણ થશે: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રૂ. પાંચ લાખ કરોડના રોકાણ માટે સમજૂતીના કરાર (એમઓયુ) સહી કરવામાં આવ્યા છે અને તેને કારણે રાજ્યમાં 2.5 લાખ રોજગારનું નિર્માણ થશે.

રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેમણે કહ્યું હતું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહારાષ્ટ્રનું યોગદાન સૌથી મોટું હશે. આથી રાજ્યની નીતિઓ એ પ્રમાણે કેન્દ્ર સાથે સુસંગત હોવી જોઈએ.

મહારાષ્ટ્રનો વિકાસનું રેન્કિંગ અન્ય રાજ્યોની સરખામણીએ ઘટ્યું છે અને તેને રાજ્યના અર્થતંત્રને ફરી પાટે ચડાવવાનો મોટો પડકાર રાજ્ય સરકાર સમક્ષ છે અને તેને સરકાર અસરકારક રીતે હાથ ધી રહી છે, એમ શિંદેએ સ્વાતંત્ર્ય દિનના મુખ્ય પ્રધાન તરીકેના છેલ્લા ધ્વજારોહણ સમારંભમાં બોલતાં કહ્યું હતું. રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ આગામી ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આયોજિત થવાની શક્યતા છે.

રોકાણકારો, ઉદ્યોગપતિઓ કે પછી સામાન્ય નાગરિકોમાં વિશ્ર્વાસ પ્રસ્થાપિત કરવાનું કામ અમે અસરકારક રીતે કરી દેખાડ્યું છે. છેલ્લા બે વર્ષમાં પાંચ લાખ કરોડના રોકાણ માટે સમજૂતીના કરાર (એમઓયુ) કરવામાં આવ્યા છે અને તેને પરિણામે રાજ્યમાં 2.5 લાખ રોજગાર નિર્માણ થવાની શક્યતા છે. મહારાષ્ટ્ર સીધા વિદેશી રોકાણો (એફડીઆઈ)માં દેશમાં પહેલા નંબરે છે, એમ પણ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો : …તો લાડકી યોજનાઓ બંધ કરાવીશુંઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની શા માટે કાઢી ઝાટકણી, જાણો?

રાજ્ય સરકારે પાયાભૂત સુધારા કૃષિ, શિક્ષણ, ઊર્જા ઉત્પાદન, આરોગ્ય અને મૂળભૂત માળખાકીય સુવિધાના ક્ષેત્રમાં કયાજ્ઞ છે, એમ તેમણે કહ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર લોજિસ્ટિક પોલીસી રૂ. 30,000 કરોડની મહેસુલ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
શિંદેએ કહ્યું હતું કે મુખ્ય મંત્રી માઝી લાડકી બહિણ યોજના હેઠળ પાત્ર મહિલાઓને રૂ. 1,500નું આર્થિક અનુદાન આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. અનેક મહિલાના ખાતામાં જુલાઈ અને ઑગસ્ટ મહિનાના હપ્તા પેટે રૂ. 3000 જમા થઈ ગયા છે. આ યોજના લોકોની જીવનમાં મૂળભૂત ફેરફાર લાવશે. રાજ્યમાં રૂ. 10 લાખ કરોડના માળખાકીય પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, આમાંથી કેટલાક તો આમૂલ પરિવર્તન લાવનારા બની રહેશે, એમ શિંદેએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવેના છેલ્લા તબક્કાને ખોલી નાખવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 70,000 લોકોને રૂ. 300 કરોડની સહાય મુખ્ય પ્રધાન આરોગ્ય કક્ષમાંથી મળી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button