મહિલા ઉદ્યોગ સાહસિકો માટે જાણો મહારાષ્ટ્ર સરકારની યોજના

પુણે: દેશમાં સૌથી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકની સંખ્યા ધરાવતા રાજ્ય તરીકે મહારાષ્ટ્રની ઓળખ નક્કી કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યની મહિલા ઉદ્યમીઓને ટેકો આપવામાં આવશે.
મહિલા ઉદ્યોગ સાહસિકો માટે રાજ્યમાં ‘પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર મહિલા સ્ટાર્ટઅપ યોજના’ લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલા નેતૃત્વ હેઠળ ઉદ્યોગ સાહસિકોને તેમના ટર્નઓવરના આધારે 1 લાખથી 25 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
કૌશલ, રોજગાર અને ઉદ્યોગ સાહસને ઉત્તેજન આપતા વિભાગે આ અંગે એક સરકારી નિર્ણય જાહેર કર્યો હતો. મહિલાઓની આગેવાની હેઠળના ઉદ્યોગસાહસિકો વિવિધ પ્રકારના પડકારો અને અવરોધોનો સામનો કરી રહ્યા હોવાથી મહિલાઓની આગેવાની હેઠળના સંશોધકો, શાળા અને કોલેજોમાંથી ઊભરી રહેલા ઉદ્યોગ સાહસિકોને શરૂઆતથી જ પ્રોત્સાહિત કરી ઇન્ક્યુબેશન કેન્દ્રો દ્વારા માર્ગદર્શન આપવા અને મોડેલ બનાવવા માટે સહાય આપવી જરૂરી છે.
આપણ વાંચો: ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ વિરુદ્ધ મહિલા ડોક્ટરે નોંધાવી બળાત્કારની ફરિયાદ
મહિલા ઉદ્યોગ સાહસિકોને આર્થિક સહાય આપવામાં આવે તો અન્ય મહિલાઓને રોજગારી મળી રહે તે માટે ‘પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર મહિલા સ્ટાર્ટઅપ યોજના’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ યોજનાનો ઉદ્દેશ રાજ્યમાં મહિલા આગેવાની હેઠળના નવા ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવાનો, ધંધાકીય વિકાસ માટે એક વખતનું ધિરાણ પૂરું પાડવાનો, રાજ્યમાં મહિલા ઉદ્યોગસાહસિકોને આત્મનિર્ભર બનાવવાનો, મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા રોજગારીના સર્જનને પ્રોત્સાહન આપવાનો અને બેરોજગારી ઘટાડવાનો છે.
આ યોજનાની કુલ જોગવાઈના ૨૫ ટકા પછાત વર્ગની મહિલાઓ અને આર્થિક રીતે પછાત વર્ગની મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા https://www.msins.in/ વેબસાઇટ પર વિનામૂલ્યે અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ અરજીઓ ચકાસી આશાસ્પદ, નવીન, અસરકારક નવા ઉદ્યોગસાહસિકો તેમજ રોજગારી ઊભી કરતા નવા ઉદ્યોગ સાહસિકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારની યોજનાની લિંકઃ https://govtschemes.in/hi/mahaaraasatara-paunayasalaoka-ahailayaa-daevai-haolakara-mahailaa-sataarataapa-yaojanaa