રાજ્ય સરકાર એક્શન મોડમાં: હૈદરાબાદ ગેઝેટ પર જીઆર જારી, મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો આપવા પેનલની રચના | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

રાજ્ય સરકાર એક્શન મોડમાં: હૈદરાબાદ ગેઝેટ પર જીઆર જારી, મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો આપવા પેનલની રચના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મનોજ જરાંગે પાટીલની માગણી સામે દંડવત થઈ ગયેલી મહારાષ્ટ્ર સરકારે મંગળવારે એક્શન મોડમાં આવીને કામ ચાલુ કરી નાખ્યા હતા.

સરકારે મંગળવારે હૈદરાબાદ ગેઝેટ પરનો સરકારી ઠરાવ (જીઆર) જારી કર્યો હતો અને ભૂતકાળમાં કુણબી તરીકે ઓળખાતા દસ્તાવેજી પુરાવા રજૂ કરનારા મરાઠાઓને કુણબી જાતિના પ્રમાણપત્રો જારી કરવાની સુવિધા આપવા માટે એક સમિતિની રચનાની જાહેરાત કરી હતી.

આપણ વાંચો: મનોજ જરાંગે પાટીલને સમર્થન આપનારા ત્રણ પક્ષના વિધાનસભ્યો ક્યા?

આ બંને માગણીઓ સ્વીકારવામાં આવી હોવાની લેખિત ખાતરી મનોજ જરાંગે-પાટીલને આઝાદ મેદાનમાં આપવામાં આવી હતી.

ઓબીસી શ્રેણી હેઠળ મરાઠા સમુદાય માટે નોકરીઓ અને શિક્ષણમાં અનામત મેળવવા માટે મુંબઈના આઝાદ મેદાનમાં શરૂ કરાયેલી ભૂખ હડતાળના પાંચમા દિવસે કેબિનેટ મંત્રીઓ અને કાર્યકર મનોજ જરંગેના પ્રતિનિધિમંડળ વચ્ચેની વાટાઘાટોમાં સફળતા પછી સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગ દ્વારા સરકારી ઠરાવ (જીઆર) જારી કરવામાં આવ્યો હતો.

જીઆરમાં જણાવાયું છે કે, ‘હૈદરાબાદ ગેઝેટમાં સમાવિષ્ટ ઐતિહાસિક સંદર્ભો અનુસાર, દસ્તાવેજોની ચકાસણી કરવા અને કુણબી જાતી પ્રમાણપત્રો માટે મરાઠા સમુદાયના વ્યક્તિઓની યોગ્યતા સ્થાપિત કરવા માટે એક સમર્પિત ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સમિતિ ખાતરી કરશે કે દરેક દાવાનું સમયબદ્ધ અને પારદર્શક રીતે મૂલ્યાંકન કરવામાં આવે.’

આપણ વાંચો: મારા પરિવાર પર હુમલો કરવાનું કારસ્તાનઃ મનોજ જરાંગે પાટીલે કર્યો મોટો દાવો

પેનલમાં ગ્રામ સેવક, તલાટી (મહેસૂલ અધિકારી) અને સહાયક કૃષિ અધિકારીનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવશે. આ અધિકારીઓ મરાઠા સમુદાયના અરજદારોના દસ્તાવેજી દાવાઓની ચકાસણી કરશે અને તેમના તારણો સક્ષમ અધિકારીને સુપરત કરશે, એમ પણ જીઆરમાં કહેવામાં આવ્યું છે.

જીઆરમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે મરાઠા સમુદાયના જે વ્યક્તિઓ અથવા જેમના પૂર્વજો 21 નવેમ્બર, 1961 કે તે પહેલાં ખેતીની જમીન ધરાવતા હતા, તેમણે જૂના જમીન રેકોર્ડ અથવા સંબંધિત રજિસ્ટરમાંથી અંશો જેવા પુરાવા રજૂ કરવા પડશે. આ રેકોર્ડના આધારે, નિયુક્ત સમિતિ સ્થાનિક તપાસ કરશે અને તે મુજબ દાવેદારોને પ્રમાણપત્રો જારી કરશે.

આપણ વાંચો: મનોજ જરાંગે પાટીલ v/s અજય બારસ્કરઃ આવતીકાલે બોમ્બ ફોડીશું, EDમાં પણ જઈશ: અજય બારસ્કર

શું છે હૈદરાબાદ ગેઝેટ?

હૈદરાબાદ ગેઝેટ 1918માં હૈદરાબાદની તત્કાલીન નિઝામ સરકારે જારી કરેલા આદેશનો ઉલ્લેખ કરે છે, જેમાં મધ્ય મહારાષ્ટ્રમાં હાલના મરાઠાવાડા ક્ષેત્રના કેટલાક ભાગોનો સમાવેશ થતો હતો.

ગેઝેટમાં અગાઉના હૈદરાબાદ રાજ્યમાં કેટલાક મરાઠા સમુદાય જૂથો સહિત કેટલાક સમુદાયોને કુણબી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમને મહારાષ્ટ્રમાં ઓબીસી શ્રેણીમાં સમાવવામાં આવ્યા છે.

હૈદરાબાદ ગેઝેટના અમલથી મરાઠાવાડા ક્ષેત્રના મરાઠાઓને અસરકારક રીતે કુણબીનો દરજ્જો મળશે, જેનાથી તેઓ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત માટે પાત્ર બનશે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button