આમચી મુંબઈમહારાષ્ટ્ર

જોઈ લો, મુંબઈની લોકલમાં પ્રવાસીની મસ્તી કે બીજું કાંઈ?

મુંબઈ: લોકલ ટ્રેનોમાં જોખમી સ્ટંટ અને રીલ્સ બનાવવાના રોજ સેંકડો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, પરંતુ અમુક તો પ્રવાસીઓ માટે જોખમી છે. તાજેતરમાં સબર્બનની લોકલ ટ્રેનના દરવાજાની બહાર મેગ્નેટ ચિપકાવીને મ્યુઝિક સાંભળતો જોવા મળ્યો હતો. આ વીડિયો વાઈરલ થયા પછી લોકોએ કહ્યું હતું કે આ જુગાડ તો જબરદસ્ત છે, પરંતુ અમુકે જોખમી પણ ગણાવ્યો હતો.

તાજેતરમાં વાઇરલ થયેલા એક વીડિયોમાં એક પ્રવાસી લોકલ ટ્રેનના દરવાજા પર લટકીને ઈયરફોન વડે મોબાઇલમાં ગીતો સાંભળતો હતો. આ વાત એટલે ગંભીર નથી પણ આ પ્રવાસી જે રીતે ફોનને દરવાજાની બહાર મેગ્નેટ (લોહચુંબક) વડે ચિપકાવ્યો હતો કે તેને જોઈને ઈન્ડિયન જુગાડની યાદ આવી ગઈ હતી.

વાઇરલ વીડિયોમાં પ્રવાસી પોતાના મોબાઇલ ફોનને મેગ્નેટ વડે ટ્રેનના દરવાજાની બહાર ચોંટાડયો છે અને તે ચાલતી ટ્રેનમાં ઈયરફોન વડે ગીતો સાંભળે છે. મજાની વાત એ હતી કે બીજા એક પ્રવાસીએ રેકોર્ડ કર્યો હતો આ વીડિયોમાં આ પ્રકારનો સ્ટંટ કરનાર વ્યક્તિએ કેમેરા સામે જોઈને હાથ પણ હલાવ્યો હતો. હવે આ જીવ જોખમમાં મૂકી પ્રવાસ કરતી વખતે મોબાઇલનો ઉપયોગ કરતો વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આવા સ્ટંટ કરનાર વ્યક્તિ સામે કડક પગલાં લેવા અંગે રેલવે પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે.

આ રેલવે સ્ટંટના વીડિયો પર “યે ટેકનોલોજી મુંબઈ સે બહાર નહીં જાની ચાહીએ” એવું કેપ્શન આપવામાં આવ્યું છે. આ વીડિયો પર લોકો અલગ અલગ પ્રકારની કમેંટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે તે આ શું કરી રહ્યો છે? તેણે મોબાઇલ ક્યાં અટકાવ્યો છે. તો બીજા એ લખ્યું શું ત્યાથી મોબાઇલ પડશે નહીં? હવે આ વીડિયોમાં સ્ટંટ કરતાં વ્યક્તિ સમે પ્રશાસન શું કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button