લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં માયાવતીને ફટકો, શિંદેની સેનામાં જોડાયા બે નેતા

મુંબઈ: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં પૂર્વ સીએમ અને બસપના પ્રમુખ માયાવતીને મહારાષ્ટ્રમાંથી મોટો ફટકો પડ્યો છે. ‘બહુજન સમાજ પાર્ટી’ (બીએસપી)ને બે મોટા નેતાઓએ શિવસેના એકનાથ શિંદે જૂથમાં પ્રવેશ કરવાથી માયાવતીના પક્ષ બીએસપીને ફટકો પડ્યો છે. બસપાના નેતાઓના શિવસેના પ્રવેશ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી.
સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મ એક્સ પર મુખ્ય પ્રધાન શિંદેએ એક વીડિયો શેર કરીને લખ્યું હતું કે રાજસ્થાનના બહુજન સમાજ પાર્ટીના વિધાનસભ્ય જસવંત સિંહ અને મનોજ કુમાર રાઠોડ મંગળવારે બાળાસાહેબ ભવનમાં આવીને સત્તાવાર રીતે શિવસેનામાં સામેલ થયા છે.
તેમનું પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું અને ભવિષ્યમાં તેમની પ્રગતિ માટે શુભેચ્છા. આ પ્રસંગે શિવસેનાના સેક્રેટરી કેપ્ટન અભિજીત અડસુલ, શિવસેનાના મહિલા નેતા મીનાતાઈ કાંબલી, શિવસેનાના પ્રવક્તા કિરણ પાવસકર, શિવસેનાના રાજસ્થાન પ્રદેશ પ્રમુખ લખનસિંહ પંવાર હાજર રહ્યા હતા.
મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું હતું કે રાજસ્થાન અને મહારાષ્ટ્રના એક બીજા સાથે સારા સંબંધ છે. રાજસ્થાન વીર મહારાણા પ્રતાપની ભૂમિ છે તો મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ છે. તેમના વિચારો અમારી સરકારને આગળ વધારી રહી અને અને આ ધરતીથી બે નવા શિલેદારોના શિવસેનામાં સામેલ થવાથી રાજસ્થાનમાં શિવસેના વધુ મજબૂત બની ગઈ છે.
હું પોતે વિધાનસભાની ચૂંટણી દરમિયાન એનડીએ ઉમેદવારોના પ્રચાર માટે રાજસ્થાન આવ્યો હતો. ત્યાં લોકો માટે કામ કરવાની સારી તક છે, જો તમે મેડિકલ ક્ષેત્રમાં કામ કરો છો તો તમે તેમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સહયોગ આપવા માટે તૈયાર છો. તેમણે શિવસેનાના મિશન વ્યક્ત મુજબ સામાન્ય લોકોના કલ્યાણ માટે કામ કરવાનું પણ સૂચન કર્યું હતું, એવું શિંદેએ કહ્યું હતું.