બે દિવસ Central Railwayમાં આ સમયે Byculla સુધી જ દોડાવાશે લોકલ ટ્રેનો, જાણો કેમ?
મુંબઈઃ મધ્ય રેલવે પર સીએસએમટી ખાતે મહત્ત્વના કામ માટે બે દિવસ સુધી સ્પેશિયલ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. શુક્રવાર-શનિવાર અને શનિવાર-રવિવારની મધરાતે 12.30 કલાકથી વહેલી પરોઢે 4.30 કલાક સુધી ભાયખલા-સીએસએમટી વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન અને અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર તેમ જ વડાલાથી સીએસએમટી અપ-ડાઉન હાર્બર લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આ રૂટ પર કોઈ પણ ટ્રેન ઉપલબ્ધ રહેશે નહીં એવી માહિતી રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
બ્લોકના સમય પહેલાં સીએસએમટીથી ડાઉન દિશામાં રાતે 12.14 કલાકે છેલ્લી કસારા લોકલ દોડાવવામાં આવશે જ્યારે બ્લોક પહેલાં 4.47 કલાકે કર્જત માટે પહેલી લોકલ દોડાવવામાં આવશે. જ્યારે અપ દિશા કલ્યાણથી રાતે 10.34 કલાકે સીએસએમટી માટે છેલ્લી લોકલ દોડાવવામાં આવશે. જ્યારે બ્લોક બાદ સવારે 4 કલાકે સીએસએમટીથી થાણે માટે પહેલી લોકલ દોડાવવામાં આવશે.
આપણ વાંચો: Central Railwayના આ સ્ટેશન પર ગુજરાતીમાં પ્રિન્ટ થઈને આપી Railway Ticket?
હાર્બર લાઈનની વાત કરીએ તો હાર્બર લાઈન પર ડાઉન દિશામાં સીએસએમટીથી 12.13 કલાકે પનવેલ માટે છેલ્લી લોકલ રવાના થશે અને બ્લોક બાદ સવારે 4.52 કલાકે પનવેલ માટે માટે દોડાવવામાં આવશે. અપ દિશામાં છેલ્લી લોકલ 10.46 કલાકે પનવેલથી સીએસએમટી માટે રવાના થશે અને બ્લોક બાદ વહેલી સવારે 4.17 કલાકે બાંદ્રાથી સીએસએમટી માટે પહેલી ટ્રેન દોડાવવામાં આવશે.
બ્લોકના સમયગાળા દરમિયાન હાવડા-સીએસએમટી સુપરફાસ્ટ એક્સપ્રેસ, મડગાંવ-સીએસએમટી જનશતાબ્દી એક્સપ્રેસ, મડગાંવ-સીએસએમટી તેજસ એક્સપ્રેસ, અમૃતસર-સીએસએમટી એક્સપ્રેસ, ભુવનેશ્વર-મુંબઈ કોર્ણાક એક્સપ્રેસ, હાવડા-સીએસએમટી મેલ દાદર સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે.