
મુંબઈ: મુંબઈ સહિત થાણેમાં દારૂના વપરાશમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે તેની ડિમાન્ડમાં પણ જોરદાર વધારો થયો છે. દારૂ પીવા મુદ્દે મુંબઈ આસપાસના પરાવાસીઓએ મુંબઈ શહેરના લોકોને પણ પાછળ મૂકી દીધા છે, જ્યારે મુંબઈમાં દારુના વેચાણમાં પણ વધારા સાથે ઈન્ક્મમાં પણ વધારો થયો છે.
મીરા ભાયંદર, ભાંડુપ સહિત મુંબઈ ઉપગનરોમાં બિયરના વેચાણમાં વધારો થયો છે, જ્યારે થાણેમાં બિયરનું 80 લાખ બલ્ક લીટરનો વધારો થયો હતો. દારુના વપરાશમાં વધારા સાથે મહારાષ્ટ્ર સરકારને આવકમાં પણ વધારો થયો હતો. એકસાઈઝ ડિપાર્ટમેન્ટના અહેવાલ અનુસાર આ વર્ષે મુંબઈગરાઓએ 138.5 લાખ બલ્ક લિટર (બીએલ) અને મુંબઈ ઉપનગરવાસીઓ 345.23 લાખ બલ્ક દારુ ગટગટાવી ગયા હતા.
દારૂ પર વધારે ટેક્સ લાદવામાં આવ્યો છે જેને લીધે સરકાર પાસે પણ મબલખ આવક જમા થઈ રહી છે. કોરોનાકાળમાં લોકડાઉનમાં પણ દારૂની દુકાનો ખોલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. દારૂના વેચાણમાં વધારો થતાં ગયા વર્ષની તુલનાએ આ વર્ષે માત્ર મુંબઈ અને થાણે વિસ્તારોમાથી દારૂમાંથી મળતા સરકારની આવકમાં 138.38 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2022માં દારૂ અને બીયરથી 1719.16 કરોડ રૂપિયાની આવક મળી હતી તે 2023માં વધીને 1857.54 કરોડ રૂપિયા થઈ ગઈ હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
બીજી બાજુ દારુની સાથે બિયરના મુદ્દે ઉપનગરોએ મુંબઈને પાછળ મૂકી દીધું હતું. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન મુંબઈ શહેરમાં 104.55 લાખ બલ્ક બિયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ઉપનગરમાં 314.90 લાખ બીકેએલ બીયરનું વેચાણ કરવામાં આવ્યું હતું. થાણે જિલ્લામાં ચાલુ વર્ષે 988.32 લિટર બીયર અને 558.78 લાખ લિટર વિદેશી દારૂ પીવામાં આવ્યો હતો.
દારૂના વેચાણની ગયા વર્ષની સાથે સરખામણી કરે તો દારૂને લઈને લોકોની પસંદગીમાં બદલાવ આવ્યો છે. દેશી દારૂ પીનાર પણ હવે બ્રાન્ડેડ દારૂ તરફ વળ્યા છે. આ વર્ષની સરખામણીએ 2022માં એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન દેશી દારૂના વેચાણમાં ખૂબ જ ઓછો વધારો જોવા મળ્યો છે તેમ જ ભારતમાં તૈયાર કરવામાં આવતી વિદેશી દારૂ (આઇએમએફએલ)ની માંગમાં વધારો થયો છે.
વિદેશી દારૂના વેચાણ ગયા વર્ષે 526.74 લાખ લીટર વિદેશી દારુનું વેચાણ થયું હતું, જ્યારે આ વર્ષે વધીને 558.78 લાખ બલ્ક લીટર વિદેશી દારુ પી ગયા હતા. લોકોમાં દારૂ પીવાનું પ્રમાણ વધતાં તેનો ફાયદો હોટેલ અને બારને સૌથી વધુ થઈ રહ્યો છે.
દારૂ પીવાનું પ્રમાણ વધતાં દેશની તિજોરીમાં વધારાની સાથે સાથે લોકોની આવકમાં પણ વધારો થઈ રહ્યો હોવાનું સમજાય છે. લોકો હવે જમવાની સાથે દારૂ પીવાનું પસંદ કરી રહ્યા છે. દારૂમાં સૌથી વધારે બીયર લોકોની પસંદ બની છે. ફક્ત ઠાણે જિલ્લામાં ગયા વર્ષની સરખામણીમાં લગભગ 80 લાખ બલ્ક લિટર બીયરનું વધુ વેચાણ થયું છે, જે 2022માં 904.65 બલ્ક લિટર હતું, એમ અહેવાલમાં જણાવ્યું હતું.