શરદ પવારે જાહેર કરી ત્રીજી યાદી, સ્વરા ભાસ્કરના પતિને મળી મુંબઈની બેઠકની ટિકિટ

મુંબઈઃ 20 નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાના ત્રણ દિવસ બાકી છે ત્યારે હવે તમામ પક્ષ ઉમેદવારોની યાદી જાહેર કરવા માંડ્યા છે. શરદ પવારની એનસીપીએ આજે એક યાદી જાહેર કરી છે, જે તેમની અંતિમ યાદી હોવાનું કહેવાય છે.
જો આ સાચું હોય તો મહાવિકાસ આઘાડીમાં પવારના ભાગે 288માંથી 73 બેઠક આવી હોવાનું લાગી રહ્યું છે. આ બેઠકોમાં મુંબઈની અણુશક્તિનગરની બેઠક પણ છે. અહીંથી ફવાદ અહેમદને ટિકિટ આપવામાં આવી છે. મૂળ ઉત્તર પ્રદેશનો ફવાદ અભિનેત્રી સ્વરા ભાસ્કરનો પતિ છે. અહીંથી અજિત પવારે નવાબ મલિકની પુત્રી સના મલિકને ટિકિટ આપી છે. આ જોતા આ બેઠક રસાકસીવાળી સાબિત થશે.
આપણ વાંચો: શરદ પવારની પાર્ટીએ બીજા લિસ્ટમાં 22 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાંથી આપી ટિકિટ…
આજે જાહેર થયેલી યાદીમાં વાશિમ કરંજાથી જ્ઞાયક પાટણી, ચિંચવડથી રાહલ કલાટે, માજલગાવથી મોહન જગતાપ, અણુશક્તિનગરથી ફહદ અહેમદ, પરલીથી રાજેસાહેબ દેશમુખ, હિંગાળાથી રમેશ બંગને ઉમેદવારી મળી છે.
મહાવિકાસ આઘાડી (એમવીએ)માં કૉંગ્રેસ અને શિવસેના યુબીટી પણ સાથીપક્ષો છે. તમામની અંતિમ યાદી આવ્યા બાદ કયા પક્ષના ભાગે કેટલી બેઠકો આવી તે સ્પષ્ટ થશે.