મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: ઉદ્ધવ ઠાકરેએ નિશિકાંત દુબે પર કર્યો વળતો પ્રહાર, ભાજપ પર ભાષાવાદના લગાવ્યા આક્ષેપો

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ ભાજપના સાંસદ નિશિકાંત દુબે પર આકરા પ્રહાર કર્યા છે. દુબેની વિવાદાસ્પદ ટિપ્પણી પર ઉદ્ધવે તેમને ‘લક્કડખોદ’ ગણાવીને આરોપ લગાવ્યો કે તેઓ લોકોમાં ફૂટ પાડીવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉદ્ધવે ભાજપ પર ‘ફૂટ પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવી રાજકીય લાભ લેવાનો આરોપ લગાવ્યો.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકર્તાઓએ મરાઠી ન બોલનાતા પરપ્રાતિય દુકાનદાર પર હુમલો કરતાં જે વિવાદ સર્જાયા પછી નિશિકાંત દુબેએ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે પર એક્સ પર પોસ્ટ કરી આતંકવાદ હોવા સાથે ભાષા વાદ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક પોસ્ટ પર તેમણે લખ્યુ હતું કે, “હિન્દી બોલનારાઓને મુંબઈમાં મારનારાઓએ હિંમત હોય તો ઉર્દૂ બોલનારાઓ પર હુમલો કરી બતાવો.” આ નિવેદનથી મહારાષ્ટ્રમાં વિવાદ ભડક્યો, અને ઉદ્ધવે આ ટિપ્પણીને રાજ્યની શાંતિમાં ખલેલ પહોંચાડનાર ગણાવી.
આપણ વાંચો: મુંબઇમાં ભાષા વિવાદ મુદ્દે રોડ પર ઉતર્યા મનસે કાર્યકરો, પોલીસે અટકાયત કરી
ઉદ્ધવે વિધાન ભવનમાં પત્રકારોને જણાવ્યું કે ભાજપની રાજનીતિ લોકોને ભાષા અને સમુદાયના નામે ભડકાવવાની છે. તેમણે કોઈ ભાષાનો વિરોધ ન હોવાનું કહ્યું, પરંતુ કોઈ ભાષા બળજબરીથી થોપવાનો વિરોધ કરશે. તેમણે ભાજપના રાજ્ય મંત્રી આશિષ શેલારની ટીકા કરી, જેમણે ગૈર-મરાઠી લોકો પરના હુમલાની તુલના આતંકવાદી હુમલા સાથે કરી હતી. ઉદ્ધવે આવી ટિપ્પણીઓને મહારાષ્ટ્ર અને મરાઠી ભાષાને નુકસાન પહોંચાડનાર ગણાવી.
ઉદ્ધવે શનિવારે મુંબઈમાં યોજાયેલી તેમની રેલીની સફળતાનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભાજપ આનાથી બેચેન છે. તેમણે મરાઠી હક માટે લડનારાઓની તુલના આતંકવાદીઓ સાથે કરવાને શરમજનક ગણાવી. આ વિવાદે મહારાષ્ટ્રના રાજકીય વાતાવરણને ગરમાવ્યું છે, અને ભાષા-સમુદાયના મુદ્દે ચર્ચાઓ તેજ થઈ છે.