આમચી મુંબઈ

પલાવા બ્રિજ ક્યારે શરૂ થશેઃ મનસેના બેનરમાં કુનાલ કામરા દેખાતા વાદ-વિવાદ

કલ્યાણઃ થાણે, કલ્યાણ, ડોંબિવલી આ મુંબઈના એવા વિસ્તારો છે જ્યાં રાજકીય માહોલ ગરમ જ રહે છે. રાજ્યમાં ભલે મહાયુતીની સરકાર હોય, પરંતુ અહીં શિવસેના (શિંદે) અને ભાજપ વચ્ચે પણ રાજકીય ગરમાવો આવી જાય છે. શિવસેના અને મનસે-મનસે અને ભાજપ ગમે ત્યારે આમનેસામને આવી જતા હોય છે. તાજેતરમાં શિવેસના અને મનસે વચ્ચે વિવાદ જાગ્યો છે. આ વિવાદનું કારણ મનસેએ મૂકેલું એક બેનર છે.

આ બેનર એપ્રિલ ફૂલ કહી મુકાયું હતું. જેમાં પલાવા બ્રિજ ખુલ્લો મૂકવાનો વાયદો યાદ અપાવવામાં આવ્યો હતો. આ બેનરમાં પલાવા બ્રિજનું ઉદ્ધાટન કોમેડિયન કુનાલ કામરા કરશે તેમ લખી કુનાલનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. આ વાતને લીધે શિવસેના ભારે રોષે ભરાઈ છે.

કામરાએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે કરેલા નિવેદનનો મામલો ખૂબ ગરમાયો છે.

મનસેના ભૂતપૂર્વ વિધાનસભ્ય રાજૂ પાટીલે એપ્રિલ ફૂલ બનાવ્યા તેવું બેનર લગાવ્યું હતું. જ્યાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે જગ્યાએ તેમણે આ બેનર લગાવ્યું છે. જેમાં આશ્વાસનો આપવામાં ફુલ્લ. બંને પાલવ બ્રિજ ક્યારે બંધાશે?…અથવા, બંધાઈ રહ્યો હતો..બંધાઈ રહ્યો છે..શું પાલવ બ્રિજ બનતો રહેશે? જવાબ રાજુ પાટીલે પાલવા બ્રિજના વિલંબ પર બેનર ઉભા કરીને પ્રહાર કર્યો કે પાલવા બ્રિજનું ઉદ્ઘાટન 31મી એપ્રિલે કુણાલ કામરા દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો : હું જ્યાં દસ વર્ષથી રહેતો નથી ત્યાં જઈ શું કરશોઃ કુનાલ કામરાએ મુંબઈ પોલીસને આપ્યો જવાબ…

રાજેશ મોરેએ રાજુ પાટીલને જવાબ આપ્યો છે. તેમાં તેમણે કહ્યું હતું કે રાજુ પાટીલને શેડો કેબિનેટ દ્વારા ધારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે જગતભરના રાષ્ટ્રપતિ કલ્યાણ આવશે. એપ્રિલ ફૂલ.

બીજી બાજુ નાગરિકોને આ રાજકીય ઝપાઝપીમાં કોઈ રસ નથી. તેમના ભાગે તોરઝળપાટ જ આવ્યો છે. ડોમ્બિવલીમાં કલ્યાણ-શીલ રોડ પર બંધાઈ રહેલો પલાવા પુલ નાગરિકો માટે મહત્વપૂર્ણ છે. આ રોડ પર ભારે ટ્રાફિક જામ છે. ટ્રાફિક જામથી બચવા છેલ્લા ઘણા સમયથી પલાવા બ્રિજનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. અગાઉ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે તેવી જાહેરાતો ઘણીવાર થઈ છે, પરંતુ લોકોના ભાગે પ્રતીક્ષા જ આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button