આમચી મુંબઈમહારાષ્ટ્ર

બુલેટ ટ્રેન માટે જાણી લો મોટી અપડેટઃ મહારાષ્ટ્રના આ શહેરમાં થશે કામનો પ્રારંભ

મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈને નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) દ્વારા મોટી અપડેટ આવી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે હવે રોલિંગ સ્ટૉક ડેપો બનાવવા માટે થાણેના ભિવંડીમાં અંજુર-ભરોડી ગામમાં કામકાજ આગામી મહિનાથી શરૂ કરવામાં આવવાનું છે. આ બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કામકાજને જાપાનની એક કંપનીને સોપવામાં આવ્યું છે તેમ જ તેના જાળવણીના કામ માટે પણ કોન્ટ્રેક્ટરને વર્કઓર્ડર આપવામાં આવ્યા છે.

થાણે જિલ્લાના ભિવંડી શહેરના અંજુર-ભરોડી ગામમાં 55 હેક્ટર સરકારી જમીન હસ્તગત કરવામાં આવી છે. આ ડેપોની ડિઝાઇન અને બાંધકામ માટે મંજૂરી પત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સિવિલ વર્ક, નિરીક્ષણ શેડ, જાળવણી ડેપો અને કોચની સ્થાપના, ઓપેરેશન અને જાળવણી જેવી સુવિધાઓ રાખવામા આવશે. આ ડેપોમાં બુલેટ ટ્રેનની દેખરેખ રાખવા માટે દરેક પ્રકારના અત્યાધુનિક સાધનો હશે, તેમ જ ટ્રેનસેટ અને લાઇટ મેન્ટેનન્સ વગેરેની પણ સુવિધાઓ હશે, એમ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)એ જણાવ્યું હતું.

મુંબઈ અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના કોરિડોરમાં શરૂઆતમાં ચાર નિરીક્ષણ લાઇન અને 10 સ્ટેબલિંગ લાઇન રાખવામા આવવાની છે. આગળ જતાં આ લાઈનની સંખ્યાને વધારીને આઠ અને 31 કરવામાં આવશે. ભિવંડીના બુલેટ ટ્રેન ડેપોમાં કોચ બદલવા માટેની મશીન, અંડરફ્લોર વીલ રી-પ્રોફાઇલ મશીન, ટેસ્ટ અને ડેટા રીડર, અલ્ટ્રાસોનિક ફ્લો ડિટેક્ટર અને ટ્રેનસેટ વોશિંગ પ્લાન્ટ સાથે અનેક પ્રકારની વિવિધ મશીનો પણ હશે.

આ દરેક મશીનોને બુલેટ ટ્રેનની જાળવણી કરવા માટે રાખવામાં આવશે. દેશની પહેલી બુલેટ ટ્રેન માટે જાપાનથી કોચ ખરીદવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થાણે સાથે સાથે ગુજરાતના સાબરમતી અને સુરતમાં પણ બે ડેપો બનાવવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મુંબઈ અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં પહેલા તબક્કામાં એટલે 2026 સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સુરત અને બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની યોજના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…