આમચી મુંબઈમહારાષ્ટ્ર

Assembly Elections: વિધાનસભાની ચૂંટણી લડવા અજિત પવારનો માસ્ટરપ્લાન જાણો?

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ચાર બેઠકો પરથી ચૂંટણી લડનારી અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) ફક્ત રાયગઢની એક બેઠક પર વિજય મેળવી શકી હતી અને બાકીની ત્રણેય બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ તેના પરથી બોધપાઠ લઇને હવે અજિત પવાર છાશ પણ ફૂંકીને પીવાની રણનીતિ અપનાવવા તૈયાર હોય તેવું જણાય છે.

અજિત પવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ઉતારવા અને કઇ બેઠકો પરથી ચૂંટણી લડવી એ નક્કી કરતા પૂર્વે મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર સર્વેક્ષણ કરવાનું નક્કી કર્યું છે. હાલ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન રહેલા અજિત પવારે જણાવ્યા અનુસાર એનસીપી ઉપરાંત મહાયુતિના અન્ય પક્ષ પણ પોતાની રીતે સર્વે કરશે અને પછી જ બેઠકોની વહેંચણી અંગે નિર્ણય લેવામાં આવશે.

ભાજપ બાદ સૌથી મોટો પક્ષ અજિત પવાર જૂથ

લોકસભાની ચૂંટણીમાં અજિત પવાર જૂથના એક જ ઉમેદવાર જીત્યા હતા, પરંતુ જો મહારાષ્ટ્ર વિધાનસભામાં સંખ્યાબળની વાત કરીએ તો ભાજપ બાદ સૌથી વધુ વિધાનસભ્યો અજિત પવાર જૂથના છે. એટલે કે વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠકો પર ઉમેદવાર ઊભા કરવાની માગણી અજિત પવાર કરી શકે છે.

આપણ વાંચો: અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મોદીબાગમાં કોને મળવા ગયા

મુખ્યત્ત્વે અજિત પવાર જૂથનું વર્ચસ્વ કોલ્હાપુર, સાતારા, પુણે અને અહમદનગરમાં છે તો આ ચાર જિલ્લાઓમાં તે વધુ બેઠકોની માગણી કરી શકે તેવી શક્યતા છે. વિધાન પરિષદની ચૂંટણીમાં પણ અજિત પવાર જૂથના બંને ઉમેદવારો વિજયી થયા હતા.

સર્વે બાબતે તેમણે કહ્યું હતું કે દરેક પક્ષને પોતાની રીતે સર્વેક્ષણ કરવાનો અધિકાર છે. સેર્વ બાદ ત્રણેય પક્ષ સાથે બેસીને સર્વેના આધારે બેઠકોની વહેંચણીનો નિર્ણય લેશે.

બધી બેઠકો પર લડવાની યોજના નથી

મહારાષ્ટ્રની બધી જ વિધાનસભા બેઠકો પર સર્વેક્ષણ કરવાનો અર્થ બધી જ બેઠકો પરથી ચૂંંટણી લડવાની યોજના ન હોવાનું સ્પષ્ટ કરતા અજિત પવારે કહ્યું હતું કે અમે 288 બેઠકોનો સર્વે કરીશું, પરંતુ શિવસેના(એકનાથ શિંદે) અને ભાજપ સાથે મળીને મહાયુતિમાં જ રહીને લડીશું. આ વાત સ્પષ્ટ કરીને અજિત પવારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે ફરી પાછા કાકા શરદ પવાર સાથે હાથ મિલાવવા તેમ જ એકલહથ્થે ચૂંટણી લડવાની વાતો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button