કર્ણાક બંદરના નવા બ્રિજનું મુહૂર્ત ક્યારે નીકળશે?

મુંબઈ: દક્ષિણ મુંબઈના નવા બંધાયેલા કર્ણાક બ્રિજ -ભારે પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે, પણ વાહન વ્યવહાર માટે હજી એને ખુલ્લો નથી મૂકવામાં આવ્યો. બ્રિજને ખુલ્લો મુકવામાં થઈ રહેલા નાહકના વિલંબનો મુદ્દો બુધવારે વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
મંગળવારના અહેવાલ અનુસાર પુલ તૈયાર થઈ ગયો છે પરંતુ પાલિકા વહીવટી તંત્ર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઔપચારિક મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.
આ પણ વાંચો: સીએસએમટી અને મસ્જિદ બંદર સ્ટેશન વચ્ચેના કર્ણાક બ્રિજનું કામ ફરી વિલંબમાં
પી ડી મેલો રોડ પર સ્થળ પર તૈનાત પોલીસે સ્પષ્ટતા કરી હતી કે શિવસેના યુબીટી અને મનસેએ કર્ણાક બ્રિજ શરૂ કરવામાં થઈ રહેલા વિલંબ અંગે વિરોધ પ્રદર્શનની અપીલ કરી છે. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ પણ પોલીસ બંદોબસ્ત અને પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પી’ડીમેલો રોડથી મસ્જિદ બંદર સુધીના પુલ પરથી ચાલતા પસાર થયા હતા.
બ્રિટિશ સમયનો આ પુલ જર્જરિત થઈ રહ્યો હોવાથી એનું નવેસરથી બાંધકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી નાગરિકો લાંબા સમયથી એ તૈયાર થવાની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: વિક્રોલી બાદ હવે દક્ષિણ મુંબઈનો કર્ણાક બ્રિજ ખુલ્લો મુકવાની તૈયારી…
પાલિકાએ 10 જૂને પુનર્નિર્માણ પૂર્ણ કર્યું હતું, તમામ લોડ ટેસ્ટિંગ 15 જૂને પૂર્ણ થયા હતા અને 24 જૂને રેલવે તરફથી મંજૂરી મળી હતી. તેમ છતાં પુલ શરૂ ન થયો હોવાથી શું પાલિકા કોઈ વીઆઈપી લોકો ઉદઘાટન કરે એની રાહ જોઈ રહી છે એવો સવાલ નાગરિકોના મનમાં ઘોળાઈ રહ્યો છે.