ડોમ્બિવલીનો પાણી પુરવઠો આવતીકાલે પાંચ કલાક માટે બંધ…

મુંબઈઃ કલ્યાણ – કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (કેડીએમસી)એ ડોમ્બિવલીના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનો પાણીનો પુરવઠો આવતીકાલે બપોરે એક વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી તાત્કાલિક જાળવણી અને સમારકામના કામ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ડોમ્બિવલી શહેરને ઉલ્હાસ નદીના કિનારે આવેલા મોહિલી પમ્પિંગ સ્ટેશનથી પાણી પૂરું પાડવામાં આવે છે. આ પાણી કલ્યાણ પશ્ચિમથી રેલવે લાઇન હેઠળના બૈલબજાર, ગોવિંદવાડી, પત્રીપૂલ વિસ્તારો દ્વારા નેતિવલી ખાતે ટેકરી પરના જળ શુદ્ધિકરણ કેન્દ્રમાં લાવવામાં આવે છે.
ઉલ્હાસ નદીમાંથી ઉપાડવામાં આવતા આ કાચા પાણીને નેતિવલી ખાતેના જળ શુદ્ધિકરણ કેન્દ્રમાં શુદ્ધ કરવામાં આવે છે અને પછી ડોમ્બિવલી પૂર્વ અને પશ્ચિમ શહેરોમાં સપ્લાય કરવામાં આવે છે. મોહિલી પમ્પિંગ સ્ટેશન આજે બંધ રહેશે. તેથી, આ કેન્દ્ર પર નિર્ભર નેતિવલી ખાતેનું જળ શુદ્ધિકરણ કેન્દ્ર નગરપાલિકા દ્વારા બંધ રાખવામાં આવશે.
આ કારણે ડોમ્બિવલી પૂર્વમાં, પાથર્લી, ઠાકુર્લી, ચોલે, ૯૦ ફીટ રોડ, ભોઇરવાડી, પેંડસે નગર, સારસ્વત કોલોની, ગોગ્રાસવાડી, અયોધ્યા નગરી, ફડકે રોડ વિસ્તાર, સુનીલ નગર, આયરે રોડ, રાજાજી પથ, મ્હાત્રે નગર, ડોમ્બિવલી રેલ્વે વિસ્તાર, ડોમ્બિવલી પશ્ચિમમાં વિષ્ણુ નગર, મોઠાગાંવનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ઠાકુરવાડી, કોપર, શાસ્ત્રીનગર, જયહિંદ કોલોની, સુભાષ રોડ, નવાપાડા, કુંભારખાનપાડા, દેવીચાપાડા, ઉમેશનગર, ચિંચોડીચાપાડા, ગણેશનગર, રેલવે કોલોની વિસ્તાર, ભાગશાળા મેદાન વિસ્તારનો પાણી પુરવઠો આજે બંધ રહેશે. તેથી, નગરપાલિકાએ નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી છે.