જરાંગે પાટીલની તબિયત ફરી લથડી, છાતીમાં અચાનક દુખાવો ઊપડતાં સારવાર શરૂ
મુંબઈ: મરાઠા આરક્ષણની માગણી માટે મનોજ જરાંગે પાટીલે તેમનું અનશન પાછું ખેંચ્યું હતું. જોકે અનશન બંધ કર્યા બાદ જરાંગે પાટીલની તબિયત બગડી હતી. જરાંગે પાટીલને અચાનકથી છાતીમાં દુખાવો ઉપડયો હતો. જરાંગે પાટીલનો ઈલાજ કરી રહેલા ડૉક્ટરોએ કહ્યું હતું કે જરાંગે પાટીલને અચાનકથી છાતીમાં દુખાવો થવો એ ગંભીર બાબત છે અને તેમને ઈન્જેક્શન અને સલાઇન આપવામાં આવ્યા છે.
જરાંગે પાટીલની તબિયત બગાડતાં તેમને છત્રપતિ સંભાજી નગરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જોકે તેમની આ તકલીફનું કારણ હજી જાણવા મળ્યું નથી. ગયા અનેક દિવસોથી અંતરવલી સરાતી ગામમાં અનશન પર બેસ્યા હતા. તેમ જ ઓબીસી સમાજના ક્વોટામાં મરાઠા સમાજને સામેલ કરી આરક્ષણ આપ્યા સુધી જરાંગેએ અનશન શરૂ રાખવાની જાહેરાત કરી હતી, પણ મરાઠા સમાજની માગણી બાદ જરાંગેએ પોતાનું અનશન તોડ્યું હતું.
આટલા દિવસો સુધી ઉપવાસ કરવાથી જરાંગે પાટીલની તબિયત દિવસેને દિવસે કથડી રહી હતી, જેને લીધે આ અનશનનો અંત આવ્યો હતો, પણ મરાઠા સમાજને આરક્ષણ મળ્યા સુધી આંદોલન શરૂ જ રહેશે એવી જાહેરાત જરાંગે પાટીલે કરી હતી. આ દરમિયાન જરાંગે પાટીલની તબિયત લથડતા તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. જરાંગે પાટીલની તબિયતને લઈને હવે મરાઠા સમાજમાં પણ ચિંતાનો મહિલ સર્જાયો છે.