આમચી મુંબઈમહારાષ્ટ્ર

જરાંગે પાટીલ મુંબઈ આવવા રવાના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે-પાટીલે શનિવારે જાલનાના અંતરવાલી સરાટી ગામથી પોતાની મુંબઈ આવી રહેલી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેમની સાથે હજારો મરાઠા કાર્યકર્તા જોડાયા હતા. તેમણે યાત્રા શરૂ કરતાં પહેલાં તેમણે રાજ્ય સરકારના ક્રુર અને બિનસંવેદનશીલ વલણ અને મરાઠા આરક્ષણનો મુદ્દો ઉકેલવામાં નિષ્ફળતાની ટીકા કરી હતી અને મૃત્યુ સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

મરાઠા સમાજે સરકારને આરક્ષણ આપવા માટે સાત મહિના આપ્યા હતા, પરંતુ આ મુદ્દે હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, એમ તેણે કહ્યું હતું.

મરાઠા યુવાનો આરક્ષણને મુદ્દે જીવનનો અંત આણી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકારને કોઈ ફરક પડતો નથી. કોઈ સરકાર કેવી રીતે આટલી બિનસંવેદનશીલ અને ક્રુર બની શકે છે કે મરાઠા યુવાનોને આત્મહત્યા કરતા જોયા કરે?
અંતરવાલી સરાટીથી લઈને મુંબઈનું અંતર 400 કિલોમીટરનું છે.

મરાઠા સમાજના હજારો કાર્યકર્તા તેમની સાથે મુંબઈ આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન બધા લોકો અમુક સમય સુધી પદયાત્રા કરશે અને પછી થોડો વાહનમાં પ્રવાસ કરશે. 26 જાન્યુઆરીએ મુંબઈ પહોંચીને જરાંગે-પાટીલ ઉપવાસનો પ્રારંભ કરશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત