આમચી મુંબઈ

ઈન્સ્ટાગ્રામ પર યુવતીઓને ફૉલો કરી વીડિયો કૉલ સામે નિર્વસ્ત્ર થવાની માગણી કરનારો પકડાયો

કમ્પ્યુટર નિષ્ણાત યુવક ઇનકાર કરનારી યુવતીઓને નામે બનાવટી પ્રોફાઈલ તૈયાર કરી અશ્લીલ મેસેજ-તસવીરો પોસ્ટ કરતો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર યુવતી-મહિલાઓને ફૉલો કરીને તેમને વીડિયો કૉલ સામે નિર્વસ્ત્ર થવાની માગણી કરનારા યુવકને પોલીસે કર્ણાટકથી પકડી પાડ્યો હતો. કમ્પ્યુટર નિષ્ણાત યુવક માગણીનો ઇનકાર કરનારી યુવતીના નામે બનાવટી પ્રોફાઈલ તૈયાર કરી સોશિયલ મીડિયા પર અશ્લીલ તસવીરો-મેસેજ પોસ્ટ કરતો હતો. તેના મોબાઈલ ફોનમાંથી 13,500 યુવતીના સ્ક્રીનશૉટ્સ મળી આવ્યા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.

દહિસર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ શુભમ કુમાર મનોજપ્રસાદ સિંહ (25) તરીકે થઈ હતી. બિહારના બાગલપુર જિલ્લામાં રહેતા સિંહને કર્ણાટકના બેલ્લારી ખાતેથી તાબામાં લેવાયો હતો. આરોપીએ દિલ્હીના આઈટી સેન્ટર ખાતેથી સૉફ્ટ સ્કિલ કમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામનો ડિપ્લોમાં કર્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: જુહુમાં ચોરીની શંકા પરથી બે ભાઇને નિર્વસ્ત્ર કરી વિસ્તારમાં ફેરવ્યા…

દહિસરમાં રહેતી કૉલેજ સ્ટુડન્ટે 31 જાન્યુઆરીએ નોંધાવેલી ફરિયાદને આધારે દહિસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે યુવતીના નામ અને તસવીરનો ઉપયોગ કરીને અજાણ્યા શખસે અમુક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બનાવ્યાં હતાં. બાદમાં આ એકાઉન્ટ્સથી યુવતી સંદર્ભે અતિશય બીભત્સ અને ઘૃણાસ્પદ મેસેજ પોસ્ટ કરવામાં આવ્યા હતા. યુવતીને બ્લૅકમેઈલ કરવાનો પ્રયાસ કરી આરોપીએ સોશિયલ મીડિયા પર તેની બદનામી કરી હતી.

કેસની તપાસમાં દહિસર પોલીસે સાયબર પોલીસની મદદ લીધી હતી. જે ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી મેસેજ અને તસવીરો પોસ્ટ કરાઈ હતી તેની માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપી કર્ણાટકમાં હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતું.

આ પણ વાંચો: Oscar 2024: OMG!ઓસ્કાર 2024ના સ્ટેજ પર નિર્વસ્ત્ર પહોંચ્યો જોન સીના, એવોર્ડ આપ્યો હંગામા મચાવ્યો

પકડાયેલા આરોપી સિંહના મોબાઈલ ફોનની તપાસ કરતાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી હતી. તેના મોબાઈલ ફોનમાં અનેક યુવતી-મહિલાઓના નામે તૈયાર કરાયેલી 100 જેટલી ઈ-મેઈલ આઈડી મળી આવી હતી. તે સિવાય યુવતીઓના નામે 11 બનાવટી ઈન્સ્ટાગ્રામ આઈડી હતી. આ મેઈલ અને ઈન્સ્ટાગ્રામ આઈડી એક્ટિવેટ હોવાનું જણાયું હતું. વળી, તેના ફોનની ગૅલરીમાં યુવતી-મહિલાઓની તસવીરોવાળા 13,500 સ્ક્રીનશૉટ્સ હતા, જે તેણે લાંબા સમયથી સાચવી રાખ્યા હોવાનું જણાયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

મુંબઈ-સિટી-ડેસ્ક તેઓ દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક… More »
Back to top button