Mumbai Varanasi જઈ રહેલી Indigoની Flightમાં થઈ મુંબઈ લોકલવાળી…

મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ભીડ અને જગ્યાની મારામારીનો અનુભવ થાય એ સ્વાભાવિક છે, પણ જરા વિચાર કરો કે તમે ફ્લાઈટમાં પ્રવાસ કરી રહ્યા છો અને એમાં સીટ કરતાં વધારે પ્રવાસી ચડી જાય તો? આ સવાલ સાંભળીને જ તમને એવું થઈ જાય કે ના ભાઈ આવું તે કંઈ હોતું હશે? પણ આવું હકીકતમાં થયું છે. ચાલો તમને આખી ઘટના વિશે વિસ્તારમાં જણાવીએ…
મુંબઈથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E6543 (Mumbai-Varanasi Indigo Flight 6E6543)માં આવું બન્યું હતું. મુંબઈ એરપોર્ટથી પર ફ્લાઈટ ટેક ઓફ કરવા રનવે પર પહોંચ્યું ત્યારે ફ્લાઈટના ક્રૂ મેમ્બરની નજર એક પ્રવાસી પર પડી, જે ફ્લાઈટના પાછળના ભાગમાં સીટ શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ક્રૂ મેમ્બર્સે ફ્લાઈટ ઓવર બુક્ડ હોવાની માહિતી પાઈલટને આપી હતી. ત્યાર બાદ મુંબઈથી વારાણસી જઈ રહેલી ફ્લાઈટને પાછી ટર્મિનલ પર લાવવામાં આવી હતી અને એ પ્રવાસીને ઉતારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ચેન્નઈથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ IndiGoની 6E-5188 ફ્લાઈટ અને…
ઓવરબુક્ડ ફ્લાઈટને કારણે ફ્લાઈટને ટેકઓફ કરવામાંએક કલાકથી વધુનો વિલંબ થયો હતો. મળી રહેલી માહિતી પ્રમાણે આ ઘટના 21મી મેની છે. આ ઘટના પર ઈન્ડિગો દ્વારા કોઈ પણ ઓફિશિયલ ઈન્ફોર્મેશન નથી આપવામાં આવી હતી. પરંતુ કેટલાક સ્ટાફ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ એક હ્યુમન એરર હતું.
આ કિસ્સામાં એક સ્ટેન્ડબાય પ્રવાસીને એરલાઈન દ્વારા સીટ એલોટ કરવામાં આવી હતી, જે ઓલરેડી એક કન્ફર્મ પેસેન્જર માટે આરક્ષિત હતી. ઈન્ડિગોની જે ફ્લાઈટમાંઆ ઘટના બની હતી એ મુંબઈથી સવારે પોણા આઠ વાગ્યે રવાના થવાની હતી, પરંતુ આ ઘટના બાદ ફ્લાઈટ પૂરા એક કલાક બાદ એટલે કે પોણા નવ વાગ્યાની આસપાસ ટેક ઓફ કરી શકી હતી.