આમચી મુંબઈમહારાષ્ટ્ર

નવી મુંબઈમાં restaurant’s waiter marathi નહીં બોલતા થપ્પડ પડી, રાજકારણ ગરમાયું

મુંબઈઃ નવી મુંબઈની એક રેસ્ટોરાંમાં વેઇટરને મરાઠી (restaurant’s waiter marathi) બોલતા નહીં આવડતા તેને લાફો મારી દેવામાં આવ્યો હોવાનો વીડિયો ઇન્ટરનેટ ઉપર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયો જોયા બાદ એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતા તેમ જ ભૂતપૂર્વ સાંસદ સંજય નિરુપમે વેઇટરને લાફો મારનારા લોકો ઉપર કાર્યવાહી કરવાની માગણી કરી છે.

સંજય નિરુપમે આ વીડિયો શેર કર્યો હતો જેમાં અમુક લોકો વેઇટર પર મરાઠી બોલવા માટે દબાણ કરી રહ્યા હતા અને તેને મરાઠી બોલતા ન આવડતા તેને લાફો મારી દે છે. સંજય નિરુપમે આ લોકો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: નવી મુંબઈમાં મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ પ્રકરણે સબ-ઈન્સ્પેક્ટર સામે ગુનો

તેમણે આ વીડિયો શેર કરતા મનસેને નિશાન બનાવતા લખ્યું હતું કે વડા નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવવા માટે બિનશરતી સમર્થન આપવાનો અર્થ એ નથી કે તેમને ગરીબની મારપીટ કરવાનું લાઇસન્સ મળી ગયું છે.

તેમણે આગળ લખ્યું હતું કે આ વીડિયો ગઇકાલે મુંબઈમાં બનેલી ઘટનાનો છે. એક મજૂર રોટલા રળવાની શોધમાં અહીં આવ્યો. તેને એક રેસ્ટોરાંમાં નોકરી મળી ગઇ. મનસેવાળા તેને કહે છે કે મરાઠી બોલો. જો એટલો ફાસ્ટ લર્નર(ઝડપથી શીખનારો) હોત તો શું એ નોકરી માટે ઠેર ઠેર ભટકતો હોત? મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બધાએ જ બોલવી જોઇએ.

નિરુપમે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે કાર્યવાહી કરવાની માગણી કરતા આગળ લખ્યું હતું કે આ ભાષાનું સન્માન કરવા માટે અમે બધા જ વચનબદ્ધ છીએ, પરંતુ તેની માટે કાયદો હાથમાં લેવો, ગુંડાગર્દી કરવી કોઇ ગરીબની મારપીટ કરવી એ મહારાષ્ટ્રની સમૃદ્ધ સંસ્કૃતિને કલંકિત કરે છે. મારી વિનંતી છે કે નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ ઘટનાની નોંધ લઇને યોગ્ય કાર્યવાહી કરે.

ઉલ્લેખનીય છે કે વીડિયોમાં અમુક લોકો એક શખસને મરાઠી બોલતા ન આવડતું હોવાથી લાફા મારી તેની સાથે અભદ્ર ભાષામાં વાત કરતા અને તેને ધમકી આપતા દેખાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ