આમચી મુંબઈમહારાષ્ટ્ર
નાગપાડામાં રૂ. 80 લાખના કોકેઇન સાથે નાઇજીરિયનની ધરપકડ

મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) નાગપાડા વિસ્તારમાંથી રૂ. 80 લાખના કોકેઇન સાથે નાઇજીરિયનની ધરપકડ કરી હતી.
નાઇજીરિયનની ઓળખ ક્રિસ્ટોફર અબસિરીમ (50) તરીકે થઇ હોઇ તે વાશી વિસ્તારમાં રહે છે. કોર્ટે તેને 27 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
એએનસીના વરલી યુનિટનો સ્ટાફ નાગપાડાના મદનપુરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમની નજર નાઇજીરિયન પર પડી હતી. નાઇજીરિયનની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેને તાબામાં લેવાયો હતો. તેની તલાશી લેવામાં આવતાં રૂ. 80 લાખની કિંમતનું કોકેઇન મળી આવ્યું હતું. આથી નાઇજીરિયન વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરાઇ હતી.