મુંબઈમાં માર્ચમાં ઘરોનું ‘વિક્રમી’ વેચાણ, જાણો રાજ્ય સરકારને કેટલી થઈ આવક?

મુંબઈ: દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્ચ મહિનામાં ઘરના વેચાણમાં ભારે વધારો થયો છે. માર્ચ મહિનામાં મુંબઈમાં ૧૫,૦૯૪ ઘર વેચાયા. આ મકાન વેચાણથી રાજ્ય સરકારને ૧,૫૪૩ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે.
આપણ વાંચો: પ્રોપર્ટી માર્કેટમાં મંદી: 2024 છેલ્લા 3 મહિનામાં પ્રોપર્ટીના વેચાણમાં મોટું ગાબડું…
ઘરના વેચાણમાં વિક્રમી વધારો
માર્ચમાં નાણાકીય વર્ષ પૂરું થાય છે અને નવું નાણાકીય વર્ષ ૧ એપ્રિલથી શરૂ થાય છે. તે મુજબ, રેડી રેકનર માટે નવા દરો પણ ૧ એપ્રિલથી લાગુ થશે. રેડી રેકનર દરોમાં વધારાની શક્યતાને ધ્યાનમાં રાખીને, ગ્રાહકો ૩૧ માર્ચ સુધીમાં તેમના ઘરોની નોંધણી કરાવવા અને સ્ટેમ્પ ડ્યુટી ભરવાનું વલણ ધરાવે છે.
એટલા માટે દર વર્ષે માર્ચમાં ઘરના વેચાણમાં ભારે વધારો જોવા મળે છે. તે મુજબ, માર્ચ ૨૦૨૫માં પણ ઘરના વેચાણમાં વિક્રમી વધારો થયો છે.
આપણ વાંચો: લો બોલો, તહેવારોમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ઘટાડો થયો…
સરકારને રૂ. ૧,૧૨૨ કરોડની આવક
માર્ચ ૨૦૨૩માં, મુંબઈમાં ૧૨,૭૨૬ ઘર વેચાયા હતા, જેનાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી કલેક્શનમાં રૂ. ૧,૧૬૦ કરોડની આવક થઈ હતી. માર્ચ ૨૦૨૪માં, ૧૪,૧૪૯ ઘર વેચાયા હતા, જેનાથી રાજ્ય સરકારને રૂ. ૧,૧૨૨ કરોડની આવક થઈ હતી.
જોકે, માર્ચ ૨૦૨૫માં ઘરનું વેચાણ ૧૫,૦૦૦નો આંકડો પાર કરી ગયું. આ વર્ષે માર્ચમાં ૧૫,૦૯૪ ઘર વેચાયા હતા. આ મકાનોના વેચાણમાંથી રાજ્ય સરકારને રેકોર્ડબ્રેક આવક મળી છે.
એકંદરે 2021માં સૌથી વધુ થયું હતું વેચાણ
દરમિયાન, માર્ચ ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૨માં સૌથી વધુ ઘરોનું વેચાણ થયું હતું. માર્ચ ૨૦૨૧માં ૧૭,૭૨૮ ઘરોનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ થયું હતું. માર્ચ ૨૦૨૨માં, ૧૬,૭૨૬ ઘર વેચાયા હતા. હવે, માર્ચ 2025માં ઘરના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.