આમચી મુંબઈમહારાષ્ટ્ર
બોરીવલીમાં રૂ. 2.11 કરોડનું ચરસ પકડાયું: યુવકની ધરપકડ

મુંબઈ: બોરીવલીમાં રૂ. 2.11 કરોડની કિંમતનું ચરસ વેચવા આવેલા યુવકને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. પકડાયેલો યુવક બિહારથી આ ચરસ લાવ્યો હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-4ના અધિકારીઓને માહિતી મળી હતી કે 25થી 27 વર્ષની વયનો યુવક મંગળવારે મળસકે બોરીવલી પૂર્વમાં ચરસ વેચવા માટે આવવાનો છે.
આથી પોલીસની ટીમે બોરીવલી સ્ટેશન નજીક છટકું ગોઠવ્યું હતું અને શંકાને આધારે યુવકને તાબામાં લીધો હતો. તેની પાસેથી બેગની તલાશી લેવામાં આવતાં તેમાંથી રૂ. 2.11 કરોડનું ચરસ મળી આવ્યું હતું. દરમિયાન યુવક વિરુદ્ધ કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.