આમચી મુંબઈ

મહારાષ્ટ્રના પરિવહન પ્રધાને રેપિડો બુક કરીને ગેરકાયદે બાઇક ટેક્સી નેટવર્કનો પર્દાફાશ કર્યો!

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે ગેરકાયદે રીતે એપ્લિકેશન દ્વારા મુસાફરો બુક કરતી એક રેપિડો બાઇક-ટેક્સીને રંગે હાથે પકડી પાડી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ બાઇક એપ્લિકેશનને સત્તાવાર મંજૂરી આપી નથી.

મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકને એક વરિષ્ઠ અધિકારીને ગેરકાયદે બાઇક ટેક્સી એપ્લિકેશનો અને સેવાઓ કાર્યરત છે કે કેમ તેની તપાસ કરવાનું કહ્યું હતું, ત્યારે અધિકારીએ ખાતરી આપી કે એપ્લિકેશનો અને સેવાઓ કાર્યરત નથી. મુંબઈમાં ગેરકાયદે બાઇક ટેક્સીઓ ચાલતી નથી.

આપણ વાંચો: ગેરકાયદે રહેનારા અથવા વિઝા ફ્રોડ કરનારાને અમેરિકન દૂતાવાસે આપી ચેતવણી

વરિષ્ઠ અધિકારી પર વિશ્વાસ કરવાને બદલે પ્રતાપ સરનાઈકે આ દાવાઓની જાતે તપાસ કરવાનું નક્કી કર્યું. તેથી પ્રતાપ સરનાઈકે રેપિડો એપનો ઉપયોગ કરીને મંત્રાલયથી દાદર સુધીની રાઈડ જાતે બુક કરી. જોકે, તેમણે આ માટે અલગ નામનો ઉપયોગ કર્યો હતો.

બાઇક ટેક્સી બુક કરાવ્યા પછી તે આગામી 10 મિનિટમાં બાઇક લેવા માટે સ્થળ પર પહોંચ્યા. આ દરમિયાન તેમણે બાઇક ડ્રાઇવરને ભાડા તરીકે 500 રૂપિયા ઓફર કર્યા અને કહ્યું કે મુંબઈમાં બાઇક ટેક્સી ગેરકાયદે છે.

આપણ વાંચો: પુણેમાં ગેરકાયદે બાંધકામોથી પાણી ભરાયું: PMRDAની લાલ આંખ!

પૈસા આપતાં પ્રધાને કહ્યું હતું કે હું પરિવહન મંત્રી છું. મુંબઈમાં બાઇક ટેક્સીઓ ગેરકાયદે છે. આ નિયમ તમારા ફાયદા માટે છે. તેમણે આગળ કહ્યું હતું કે અહીં આવો, હું તને આ માટે 500 રૂપિયા આપું છું. જોકે, બાઇક ડ્રાઇવરે પૈસા લેવાની ના પાડી દીધી.

પ્રધાને આગળ કહ્યું કે તમારા જેવા ગરીબ લોકો સામે કેસ દાખલ કરીને અમને કંઈ મળવાનું નથી. પરંતુ આ પાછળ જે લોકો છે તેમને સજા થવી જોઈએ, એ અમારો મૂળ હેતુ છે.

હકીકતમાં, અત્યાર સુધી કોઈપણ એપ-આધારિત બાઇક એગ્રીગેટરને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તરફથી મહારાષ્ટ્રમાં કામ કરવાની પરવાનગી મળી નથી. તાજેતરમાં જાહેર કરાયેલી ઈ-બાઈક નીતિ મુજબ, ફક્ત જે કંપનીઓ ચોક્કસ ધોરણોનું પાલન કરે છે તેમને 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સેવાઓ આપવાની મંજૂરી છે. સરકારે હજુ સુધી આવી સેવાઓને ગેરકાયદેસર બનાવતા નિયમો જાહેર કર્યા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button