આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

Indian Railwayનો આ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો, પછી નહીં કહેતાં કીધું નહોતું…

નવી દિલ્હી/મુંબઈઃ ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું સૌથી મોટું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે અને દરરોજ ભારતીય રેલવે દ્વારા હજારો ટ્રેન દોડાવવામાં આવે છે, જેમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. રેલવેના આટલા મોટા નેટવર્કનું સંચાલન કરવા અમુક રુલ્સ રેગ્યુલેશન હોય એ પણ જરૂરી છે. આજે અમે અહીં તમને આવા જ એક નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

રેલવેનો આ નિયમ દુર્ઘટના સંબંધિત છે અને આ નિયમની જાણકારી હોવી નાગરિકો માટે ખૂબ જ જરૂરી છે. રેલવેના આ મહત્ત્વના નિયમ અનુસાર રેલવેમાં દુર્ઘટના થતાં ઈજાગ્રસ્તોની સારવાર કરાવવાની જવાબદારી રેલવે પ્રશાસનની છે, પછી ઈજાગ્રસ્ત પાસે ટિકિટ હોય કે ના હોય. રેલવે પ્રશાસનની પ્રાથમિકતા એ પ્રવાસીને તાત્કાલિક સારવાર આપવાની હોય છે.

ભારતીય રેલવેના આ વિશાળ રેલવે નેટવર્કમાં 7000થી વધારે રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે અને આ તમામ રેલવે સ્ટેશનને એ,બી,સી અને ડી એમ ચાર કેરેગરીમાં વહેંચવામાં આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા દોડાવવામાં આવતી 10,000 ટ્રેનોમાં 2 કરોડથી વધારે પ્રવાસીઓ પ્રવાસ કરે છે.

આ પણ વાંચો: ભારતીય રેલવેનું ઝીરો કાર્બન ઉત્સર્જન અભિયાન

આપણામાંથી ઘણા લોકોને એ વાતની તો ખબર હશે જ કે જ્યારે પણ કોઈ ટ્રેન એક્સિડન્ટ થાય છે ત્યારે ઈજાગ્રસ્ત પ્રવાસીઓની સારવાર કરાવવાની જવાબદારી રેલવેની હોય છે અને એ પણ ત્યાં સુધી કે જ્યાં સુધી પ્રવાસીસામાન્ય રીતે મુસાફરોને એ ખબર હશે કે ટ્રેનમાં દુર્ઘટના થાય તો દરેક ઘાયલ મુસાફરની સારવારની જવાબદારી રેલવેની હોય છે, જ્યાં સુધી તે સાજો ન થઈ જાય. આ ઉપરાંત વળતરની પણ જોગવાઈ કરવામાં આવી છે.

ઈન્ડિયન રેલવેના મેન્યુઅલ પ્રમાણે જો કોઈ વ્યક્તિ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પ્લેટફોર્મ કે સ્ટેશન પહોંચે છે અથવા સ્ટેશન પરિસર સુધી પહોંચી જાય છે અને આ સમયે જો પ્રવાસી સાથે કોઈ દુર્ઘટના બને કે જેને કારણે તે ઘાયલ થાય તો તેને તરત હોસ્પિટલ સુધી પહોંચાડવાની અને સારવાર કરાવાની જવાબદારી રેલવેની છે. પછી ભલે ને પીડિત પાસે કોઈ ટિકિટ હોય કે ન હોય.

દરમિયાન જો કોઈ ઈજાગ્રસ્ત પ્રવાસી વિધાઉટ ટિકિટ રેલવેમાં મુસાફરી કરતાં કે સ્ટેશન પરિસરમાં જોવા મળે છે એવું તપાસમાં સામે આવે તો રેલવે પોતાના નિયમ અનુસાર બાદમાં એ પ્રવાસી પર કાર્યવાહી કરે છે, પરંતુ ટિકિટ ના હોવાને કારણે કોઈ ઈજાગ્રસ્ત પ્રવાસીને સારવારથી બાકાત રાખી શકાય નહીં એવું મેન્યુઅલમાં જણાવવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button