આમચી મુંબઈમહારાષ્ટ્ર

આઇએએસ ઓફિસર પૂજા ખેડકર વાપરી રહેલી લક્ઝરી કાર પોલીસે જપ્ત કરી

પુણે: વિવાદાસ્પદ આઇએએસ ઓફિસર પૂજા ખેડકર અનધિકૃત રીતે લાલ બત્તી લગાવી જે કારમાં ફરતી હતી એ લક્ઝરી ઑડી કાર પુણે પોલીસે રવિવારે જપ્ત કરી હતી.

34 વર્ષીય પૂજા ખેડકર પુણેમાં પોસ્ટિંગ દરમિયાન આ કારનો ઉપયોગ કરતી હતી, પણ તે પુણેની ખાનગી કંપનીના માલિકના નામે છે, જેને ગુરુવારે પુણે આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. કારના માલિકનું સરનામું હવેલી તાલુકાના શિવાને ગામનું દર્શાવવામાં આવ્યું છે.

પૂજા ખેડકરની પુણેમાં પોસ્ટિંગ થયા બાદ જિલ્લાધિકારી કાર્યાલયમાં તેને બેસવાની જગ્યા આપી હતી, જ્યાં તેણે પોતાને માટે અલગ કેબિન અને સ્ટાફની માગણી કરતાં વિવાદ ઊભો થયો હતો. ત્યાર બાદ તેના એક પછી એક કારનામાં બહાર આવ્યાં હતાં.

આ પણ વાંચો: Puja Khedkar Controversy: પુણે પોલીસની IAS પૂજા ખેડકર સામે કડક કાર્યવાહી, ઓડી કાર જપ્ત

તેણે આઇએએસ (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ)માં પદ મેળવવા માટે દિવ્યાંગતા અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના ક્વોટાનો દુરુપયોગ કર્યો હતો.

તે ઑડી કાર પર લાલ બત્તી લગાવીને ફરતી હતી અને કાર પર પરવાનગી વિના મહારાષ્ટ્ર સરકાર એવું સ્ટિકર લગાવ્યું હતું. આ વિવાદ બાદ તાલીમ પૂરી કરવા પૂર્વે જ તેની વાશીમ જિલ્લામાં બદલી કરવામાં આવી છે.

ગુરુવારે પૂજાને પોલીસે નોટિસ ફટકારી હતી. બાદમાં હવે કાર જપ્ત કરવામાં આવી છે. પોલીસ હવે તેના દસ્તાવેજોેની તપાસ શરૂ કરી છે. કાર પર જામર લગાવાયું છે અને તેની આસપાસ બેરિકેડ ગોઠવવામાં આવ્યા છે. ઑડી કાર પર ભૂતકાળમાં રૂ. 27 હજારના દંડ સાથે 21 ચલાન જારી કરાયા હતા. 27 જૂન, 2012ના રોજ પુણે આરટીઓમાં કારની નોંધણી થઇ હતી. જોકે દંડ ચૂકવી દેવાયો છે. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button