મહાયુતિ લોકસભામાં કેટલી બેઠકો જીતશે? મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પહેલીવાર કર્યો ખૂલાસો
મુંબઇ: લોકસભાની ચૂંટણીની પાર્શ્વભૂમી પર બધા જ રાજકીય પક્ષોએ મોરચા બાંધવાની શરુઆત કરી દીધી છે. બધા જ રાજકીય પક્ષો બેઠકો, સભાઓ અને મુલાકાતો પર જોર આપવાનું શરું કરી દીધું છે. કેટલાંક રાજકીય પક્ષોએ આંદોલનો કરીને મતદારોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે. ઉપરાંત ચૂંટણીના મુદ્દે એકબીજા પર આક્ષેપો પણ થઇ રહ્યાં છે. એટલું જ નહીં પણ કેટલી બેઠકો પર જીત થશે તેના દાવા પણ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહાયુતિને કેટલી બેઠકો મળશે તે અંગેનો આંકડો જણાવ્યો છે. ખાસ વાત તો એ છે કે મુખ્ય પ્રધાને પહેલી વાર આ અંગેનો ખુલાસો કર્યો છે.
ગઇકાલે અમારી મહાયુતિની બેઠક યોજાઇ હતી. તેમાં સમન્વય સમિતીનું ગઠન કરવામાં આવ્યું. ત્રણે પક્ષોમાં સમન્વય સાધવા અંગેની ચર્ચા થઇ. જિલ્લા, તાલુકા સ્તરે મહાયુતિના તમામ કાર્યકર્તાઓ એક સાથે મળીને કામ કરશે. એમ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં રાજ્ય દ્વારા કરવામા આવેલ કામગીરી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આઠ વર્ષના કાર્યકાળ દરમીયાન થયેલા કામો લોકો સુધી પહોંચવા જેથી મતદારો જાતે જ વિરોધીઓને જવાબ આપશે. રાજ્યમાં અમારી 45 બેઠકો આવશે. એવો દાવો મુખ્ય પ્રધાને કર્યો હતો.
આ વખતે વાત કરતાં એકનાથ શિંદેએ ઠાકરે જૂથના નેતા સંજય રાઉત પર પણ ટિકા કરી હતી. અમે શું કરીએ છીએ અમને ખબર છે. વિરોધીઓ પાસે કોઇ કામ નથી તેથી તેઓ માત્ર અમારા પર આક્ષેપો કરવાનું જ કામ કરે છે. અમને એમને જવાબ આપાવમાં કોઇ રસ નથી અમે અમારા કામથી જવાબ આપીએ છીએ. એમણે જે યોજનાઓ બંધ કરી હતી અમે એ શરુ કરી રહ્યાં છીએ. અહંકારથી ક્યારેય રાજ્ય ના ચાલે તેથી તેમના બોલવા પર અમે ધ્યાન આપતાં નથી. એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.