આમચી મુંબઈમહારાષ્ટ્ર

હાય ગરમીઃ મહારાષ્ટ્રમાં તાપમાનનો પારો ચાલીસને પાર થવાથી નાગરિકો પરેશાન

મુંબઈઃ આગામી દિવસોમાં મુંબઈગરાઓને વધુ ગરમીના દિવસોનો સામનો કરવો પડી શકે છે, જેમાં માર્ચ મહિનાની વિદાય સાથે વધુ આકરી ગરમી પડશે, એવી હવામાન વિભાગે આગાહી કરી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈ સહિત ઉપનગરમાં તાપમાનમાં સરેરાશ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થયો છે, જ્યારે આગામી દિવસોમાં હજી વધુ પારો ચઢવાની સંભાવના છે.

મહાનગરમાં પડી રહેલી ગરમીથી મુંબઈગરા પહેલાથી જ ત્રસ્ત છે, જ્યારે મુંબઈના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને લોકલ ટ્રેનમાં લોકો ગરમીથી પરેશાન હોવાનું જોવા મળ્યું હતું. હવામાન વિભાગથી મળતી માહિતી મુજબ માર્ચ મહિનામાં ગરમીમાં વધારો થયો છે. રાત અને દિવસ બંન્નેના તાપમાનમાં વધારો નોંધાયો છે.

આપણ વાંચો: Gujarat Weather update: ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો, વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાના કારણે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી માત્ર એક ડિગ્રી ઓછું રહ્યું હતું. જોકે, બુધવારે પણ મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતું.

સ્થાનિક હવામાન વિભાગ અનુસાર ગુરુવારે પણ ઉપનગરનું મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી અને શહેરમાં 36.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોચી ગયુ હતું, ત્યા જ શહેરમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને ઉપનગરમાં 21.4 ડિગ્રી રહ્યું હતું. ગુરવારે રાજ્યમાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન મુંબઈમાં નોંધાયું હતું.

આપણ વાંચો: મુંબઈના તાપમાનમાં વધારો થતાં હવામાન વિભાગે કરી મોટી આગાહી

આ ઉપરાંત, મહાનગરમાં તાપમાન વધવા પાછળનું કારણ ઉત્તર-પૂર્વથી મુંબઈ સુધી આવનારા પવનો છે. આ પવનો સમુદ્રથી આવતા પવનોને સ્થાયી થવા દેતા નથી, જેના કારણે તાપમાનનો પારો વધી રહ્યો છે. આગામી બે દિવસ સુધી તાપમાન આમ જ બન્યું રહેશે. જોકે, સમુદ્રમાંથી આવનારા પવનમાં વેગ મળે તો તાપમાનમાં સરેરાશ ત્રણથી ચાર ડિગ્રી ઘટી શકે છે, એમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન રાજ્યના કેટલાક હિસ્સામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું છે. ચિપલુણમાં 41.7 ડિગ્રી, કર્જતમાં 41 ડિગ્રી, તલાસરીમાં 40.7 ડિગ્રી, દાપોલી અને ભિવંડીમાં 40.1 ડિગ્રી, કલ્યાણ-બદલાપુરમાં 39.9 ડિગ્રી, પનવેલમાં 39.7 ડિગ્રી, થાણે 39.3 ડિગ્રી, નવી મુંબઈ અને મીરા રોડમાં 39.1 ડિગ્રી અને વિરારમાં 38.7 ડિગ્રી નોંધાયું છે.

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે લોકોને ગરમીના સમયમાં વધુ બહાર નહીં ફરવાની સલાહ આપી છે. લોકોને ખૂબ પાણી પીવા અને પોતાને હાઈટ્રેડ રાખવાની સલાહ પણ આપવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button