આમચી મુંબઈ

કોલસાથી પ્રદૂષણ થાય છે કે નહીં નક્કી કરોઃ હાઇ કોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લગાવી ફટકાર

મુંબઈઃ પાલિકાઓ દ્વારા બેકરીઓને ગ્રીન ફ્યુઅલ (પર્યાવરણને નુકસાન ન પહોંચાડતું ઇંધણ) વાપરવા માટે જારી કરવામાં આવેલી નોટિસ સામેની સુનાવણી દરમિયાન બોમ્બે હાઇ કોર્ટે મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (એમપીસીબી)ને કોલસો એક માન્ય ઇંધણ છે અને તેને કારણે પ્રદૂષણ થતું નથી એ નક્કી કરવાનું કહ્યું હતું.

બોમ્બે ચારકોલ મર્ચન્ટ્સ એસોસિએશન (બીસીએમએ) દ્વારા કરાયેલી અરજીમાં દાવો કરાયો હતો કે અધિકારીઓએ કોર્ટના જાન્યુઆરીના આદેશનું ખોટું અર્થઘટન કર્યું છે તથા એમપીસીબી અને પાલિકાઓને બેકરી-રેસ્ટોરાંઓને તેમના વપરાશમાં લાકડા અથવા કોલસાનો ઉપયોગ ન કરી છ મહિનાની અંદર ગ્રીન ફ્યુઅલ વાપરવાની ખાતરી કરવાનું કહ્યું છે.

આપણ વાંચો: કોલસા-લાકડાનો ઉપયોગ: 269 બેકરી, 414 હોટલને નોટિસ

બીસીએમએના વકીલે કોર્ટને કહ્યું હતું કે પાલિકાઓએ કોલસાનો ઉપયોગ કરતી સંસ્થાઓને પણ નોટિસ ફટકારી છે. કોલસો અને ચારકોલ બન્ને જુદાજુદા છે. ચારકોલમાં સલ્ફરનું પ્રમાણ હોતું નથી તેથી તે પ્રદૂષણ કરતો નથી.

એમપીસીબીના વકીલે કહ્યું હતું કે લાકડા અને કોલસાનો ઉપયોગ કરતી બેકરીઓને હાઇ કોર્ટના આદેશાનુસાર ગ્રીન ફ્યુઅલ વાપરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં કોલસો કહેવામાં આવ્યો છે, નહીં કે ચારકોલ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button