આમચી મુંબઈમહારાષ્ટ્ર

Maharashtra budget: સરકારે સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સના જવાનોને બિઝનેસ ટેક્સમાંથી મુક્તિ આપી

મુંબઈ: અજિત પવારે આ બજેટમાં પાંચ કેન્દ્રીય સશસ્ત્ર દળના જવાનોને વ્યવસાય કરમાંથી મુક્તિ આપી છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, આસામ રાઈફલ્સ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સ અને સશસ્ત્ર સીમા દળમાં ફરજ બજાવતા સશસ્ત્ર કર્મચારીઓને પ્રોફેશનલ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. અંદાજે 12 હજાર જવાનોને તેનો લાભ મળવાની સંભાવના છે.

સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત

રજિસ્ટર્ડ દસ્તાવેજો પર ઓછી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હોવાનું જણાય, તો સ્ટેમ્પ ડ્યુટીના તફાવત પર વસૂલવામાં આવતો દંડ દસ્તાવેજના અમલની તારીખથી દર મહિને 2% થી ઘટાડીને 1% કરવામાં આવશે. તેમજ સ્ટેમ્પ ડ્યુટી રિફંડ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ માટે અરજી કરવાની સમય મર્યાદા સ્ટેમ્પની ખરીદીની તારીખથી છ મહિનાથી બદલીને એક વર્ષ કરવામાં આવી છે.

અજિત પવારની કવિતા પણ ચર્ચામાં

ખેડૂતોને મફત વીજળી આપવા માટે, હું માગે તેને સોલર પંપ યોજના દ્વારા 8 લાખ 50 હજાર ખેડૂતોને આવા પંપ આપવાની જાહેરાત કરી રહ્યો છું. આ વખતે તેણે નિ:શુલ્ક શબ્દ પર ભાર મૂક્યો હતો. આ પછી એક શાયરી પણ કરી હતી. તુફાનોં મેં સંભલના જાનતે હૈ, અંધેરો કો બદલના જાનતે હૈ, ચિરાગોં કા કોઈ મઝહબ નહીં હૈ, યે હર મહફિલ મેં જલના જાનતે હૈ!
તેમણે ગૃહમાં એક બીજો પણ શેર કહ્યો હતો, હયાત લેકે ચલો, કાયનત લેકે ચલો, ચલો તો સારે જમાને કો, સાથ લેકે ચલો. તેમના આ બંને શેર ચર્ચાનું કારણ બન્યા હતા.

મહેસુલી ખાધ રૂ. 20,051 કરોડ

વર્ષ 2023-24 માટે રાજ્યની અંદાજિત કર આવક 3 લાખ 26 હજાર 397 કરોડ છે. નાણાકીય વર્ષ 24-25 માટે કર આવકનો રાજકોષીય લક્ષ્ય 3 લાખ 43 હજાર 40 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

2024-25માં કુલ ખર્ચ માટે 6 લાખ 12 હજાર 293 કરોડના કામના પ્રસ્તાવ છે. મહેસૂલી સંચય રૂ. 4 લાખ 99 હજાર 463 કરોડ, મહેસૂલ ખર્ચ રૂ. 5 લાખ 19 હજાર 514 કરોડનો પ્રસ્તાવ છે. પરિણામે 20 હજાર 51 કરોડ રૂપિયાની મહેસૂલી ખાધ થવાની ધારણા છે, એમ અજિત પવારે કહ્યું હતું.

જિલ્લા વાર્ષિક યોજના હેઠળ 18 હજાર 165 કરોડનું ભંડોળ પ્રસ્તાવિત છે. આ ભંડોળ ગયા વર્ષ કરતાં 20 ટકા વધુ છે. વાર્ષિક યોજના 2024-25માં કાર્યક્રમ ખર્ચ માટે 1 લાખ 92 હજાર કરોડનું ભંડોળ પ્રસ્તાવિત છે. તેમાં અનુસૂચિત જાતિ માટેની વિવિધ યોજના માટે રૂ. 15 હજાર 893 કરોડ અને આદિજાતિ વિકાસ યોજનાઓ માટે રૂ. 15 હજાર 360 કરોડનો સમાવેશ થાય છે એમ અજિત પવારે કહ્યું હતું.

આ પણ વાંચો: Maharashtra Budget: પેટ્રોલ ડિઝલ સસ્તું, 3 સિલિન્ડર મફત, આર્થિક પછાત મહિલાઓને 1,500 રૂપિયા!

માળશેજ ઘાટ પર વ્યુઈંગ ગેલેરી

ચોમાસા દરમિયાન કલ્યાણ-નગર માર્ગ પર આવેલા માલશેજ ઘાટની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ ઘાટમાં તમામ સુવિધાઓ સાથેની આધુનિક વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવશે. નાગપુરમાં રામટેક વિકાસ યોજના માટે પ્રથમ તબક્કામાં 150 કરોડના વિકાસ કાર્યને મંજૂરી આપવામાં આવી છે એમ અજિત પવારે કહ્યું હતું.

વેંગુર્લામાં સબમરીન પ્રોજેક્ટ

વેંગુર્લામાં રૂ. 66 કરોડનો આંતરરાષ્ટ્રીય સબમરીન પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. સાતારામાં પશ્ર્ચિમ ઘાટ પર્યટન સ્થળોને વિકસાવવા માટે રૂ. 381 કરોડ 56 લાખની એકાત્મિક પ્રવાસન વિકાસ યોજના બનાવવામાં આવી છે. કોયના હેળવા વન વિસ્તાર હેઠળ મહાબળેશ્વર વિકાસ, પ્રતાપગઢ કિલ્લાની જાળવણી અને સંરક્ષણ, સહ્યાદ્રી કિલ્લામાં વ્યાઘ્ર ટુરિઝમ અને જળ પ્રવાસન યોજનાનો સમાવેશ થાય છે.

શિવાજીના કાળના 12 કિલ્લાઓને વર્લ્ડ હેરિટેજ નોમિનેશન મળે તે માટે યુનેસ્કોને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. કોંકણમાં કાતળ (ભૂમિ પરના કુદરતી) શિલ્પો, પંઢરપુર વારી, દહીહંડી ઉત્સવ અને ગણેશોત્સવ અંગે દરખાસ્તો મોકલવામાં આવશે. સરકાર દ્વારા દર વર્ષે રાયગઢ ખાતે શિવાજી રાજ્યાભિષેકનો સમારોહ ઉજવવામાં આવશે. આ માટે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે એમ અજિત પવારે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button