આમચી મુંબઈમહારાષ્ટ્ર

નવી મુંબઈવાસીઓ માટે ખુશખબરઃ 2025 સુધીમાં કમર્શિયલ ઓપરેશન શરુ થશે

મુંબઈ: મહારાષ્ટ્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે કામકાજ પાર પાડવામાં આવી રહ્યા છે ત્યારે આગામી સવા એક વર્ષમાં નવી મુંબઈ ખાતે નવું એરપોર્ટ શરુ થવાની સાથે કમર્શિયલ ઓપરેશન 2025 સુધીમાં શરુ થઈ શકે છે, તેનાથી નવી મુંબઈવાસીઓને રાહત થઈ શકે છે.

નવી મુંબઈ એરપોર્ટ પર પેસેન્જર પ્લેન સાથે હવે કાર્ગો પ્લેનની સેવા પણ શરૂ કરવામાં આવવાની છે. 31 માર્ચ 2025 સુધી આ સેવા શરૂ કરવામાં આવશે એવી માહિતી કેન્દ્રીય સિવિલ એવિયેશન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી હતી. આ એરપોર્ટ પર કમર્શિયલ પ્લેન સેવા શરૂ કરવાના પ્રોજેકટનું 50થી 60 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવ્યા પછી નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પણ કમર્શિયલ પ્લેન સેવાનો વેપારીઓને લાભ મળશે.


નવી મુંબઈ એરપોર્ટ પ્રોજેકટના નિર્માણ માટે 18,000 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. દેશના અદાણી ગ્રુપ દ્વારા નવી મુંબઈ એરપોર્ટનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા પ્રોજેકટના કામને પાંચ તબક્કામાં વેચવામાં આવ્યું છે. નવી મુંબઈ એરપોર્ટનું ડેવલપમેન્ટ થયા પછી એક વર્ષમાં નવ કરોડ જેટલા પ્રવાસીઓ અને 25 લાખ ટન કાર્ગોની એરપોર્ટ પરથી અવરજવર થઈ શકશે.


એર પોર્ટ ડેવલપમેન્ટ કામના પહેલા તબક્કામાં એક વર્ષમાં બે કરોડ જેટલા પ્રવાસીઓ આ એરપોર્ટ પરથી મુસાફરી કરી શકે છે. એરપોર્ટના બધા તબક્કાના કામ પૂર્ણ થયા બાદ એરપોર્ટ પર ચાર ટર્મિનલ અને ચાર રનવે હશે, જેથી આ એરપોર્ટ પર વધુ પ્લેનની સેવાઓ શરૂ કરવામાં આવશે. એરપોર્ટને શહેરના રોડ, રેલ, મેટ્રો અને શહેરના જળાશયની સાથે જોડવામાં આવે એવી રીતે એરપોર્ટનું વિકાસ કરવામાં આવી રહ્યું છે.


નવી મુંબઈ ખાતે આ સેવાઓ શરૂ થતાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર (પેસેન્જર અને કમર્શિયલ ટ્રાફિક)નો ભાર થોડો ઓછો થશે. 1,160 હેક્ટર જમીન પર બનાવવામાં આવેલા આ એરપોટનું બધુ કામ 2032 સુધી પૂરું થઈ જશે. આ એરપોર્ટ પર કાર્ગો માટે બે અલગથી ટર્મિનલ અને રન-વે બનાવવા આવશે. એરપોર્ટના વિસ્તાર કામોના પહેલા તબક્કામાં કોપર, કોલી, ચિંચપાડા, વર્ચા ઓવલા, વાઘીવલી પાડા અને ઉલ્વે નજીકના ગામોની જમીનોનું અધિગ્રહણ કરીને તેનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…