મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે Good News, આ બે સ્ટેશનો વચ્ચેનો પ્રવાસ બનશે ઝડપી…
મુંબઈઃ મુંબઈગરાનો પ્રવાસ સુખદ અને આરામદાયક બને એ માટે રેલવે દ્વારા કાયમ પ્રયાસો કરવામાં આવતા હોય છે, પરંતુ તેમ છતાં દિવસે દિવસ સતત વધી રહેલી ભીડને કારણે આ પ્રયાસો ટૂંકા જ પડે છે. પરંતુ હવે મધ્ય રેલવે દ્વારા પ્રવાસીઓની ભીડ ઘટાડવા માટે અને કુર્લાથી સીએસએમટી વચ્ચેનો પ્રવાસ વધુ ઝડપી બનાવવા માટે પાંચમી છઠ્ઠી લાઈન જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરી છે.
મધ્ય રેલવે પર કુર્લા-સીએસએમટી વચ્ચે પાંચમી છઠ્ઠી લાઈન નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને 2008-09માં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. આ બંને નવી લાઈન ઊભી કરવા માટે 1,337 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 2021 સુધી આ પ્રોજેક્ટ પૂરો થશે એવી ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ જમીન સંપાદનની સમસ્યાને કારણે પ્રકલ્પ રખડી પડ્યો હતો. પરંતુ હવે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મસ્જિદબંદર રેલવે સ્ટેશન નજીક 1,263 સ્ક્વેર મીટર કરતાં વધારે જમીન ખરીદવાની રાજ્ય સરકારની યોજના છે. આ જમીનનો ઉપયોગ કરવા માટે બંને રેલવે લાઈન બાંધવા માટે કરવામાં આવશે. આ સંબંધિત અધિસૂચના જારી કરવામાં છે. કુર્લા ખાતે 1,263 સ્ક્વેર મીટર જમીનની આવશ્યક્તા છે. મસ્જિદ સ્ટેશન નજીક, સીએસેમટી રેલવે સ્ટેશન નજીક અને ભાયખલા ખાતે જમીન છે. આ જગ્યાની ગણતરી કરવાનું કામ ચાલી રહ્યું છે.
બંને નવા માર્ગને જોડવાનો પહેલો તબક્કો કુર્લા-પરેલ, જ્યારે બીજો તબક્કો પરેલથી સીએસએમટી સુધીનો હશે. પરેલના પટ્ટામાં દસ હજાર સ્ક્વેર મીટર જગ્યાની આવશ્યક્તા હોઈ પહેલાંથી જ છ હજાર સ્ક્વેર મીટર જમીન સંપાદિત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સીએસએમસટી-કુર્લા વચ્ચે પાંચમી-છઠ્ઠી લાઈન નથી અને એ કારણે ત્રીજી-ચોથી લાઈન પરથી જ મેલ અને એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવે છે જેને કારણે લોકલ ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાઈ જાય છે. પરંતુ એક વખત આ પાંચમી છઠ્ઠી લાઈન શરૂ થઈ જશે એટલે મુંબઈગરાનો પ્રવાસ ઝડપી પડશે અને લોકલ ટ્રેનોની સંખ્યા પણ વધારવામાં આવશે.
… તો પરેલથી શરૂ કરવામાં આવશે 200 નવી લોકલ સર્વિસ
મધ્ય રેલવે દ્વારા પરેલથી 200 નવી લોકલ રેલવે સેવા શરૂ કરવા માટે આ પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે. 2008માં આ પ્રકલ્પ માટે 890.89 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હવે આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે 1 કરોડ 337 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. બે તબક્કામાં આ કામ કરવામાં આવશે.