રવિવારે Mumbai Darshan કે One Day Picnic માટે બહાર નીકળવાના છો? આ વાંચી લો…
મુંબઈ: બાળકોને શાળાઓમાં Summer Vacation પડી ગયું છે અને તમે જો બાળકોને લઈને આવતીકાલે Mumbai Darshan કે One Day Picnic Plan કરી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો, નહીં તો તમારી મજા સજામાં પરિવર્તિત થતાં જરાય વાર નહીં લાગે. રેલવે દ્વારા દર રવિવારની જેમ જ આ રવિવારે પણ Signal And Track Maintenance સહિતના વિવિધ કામ હાથ ધરવા માટે Mega Block લેવાની જાહેરાત કરી છે. આવો જોઈએ મેગા બ્લોકને કારણે કયા કયા રૂટ પર ટ્રેનોના ધાંધિયા જોવા મળશે.
મધ્ય રેલવે પર Thana-Kalyan UP-Down Slow Line પર સવારે 11 વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે આ સમયગાળામાં Thana-Kalyan UP-Down Slow Local Train Thana- Kalyan વચ્ચે UP-Down Fast Line પર દોડાવવામાં આવશે. આ ટ્રેનો ઠાકુર્લી, કોપર સ્ટેશન નહીં ઊભી રહે.
આપણ વાંચો: રવિવારે બહાર નીકળતા પહેલા જાણી લેજો રેલવેના મેગા બ્લોક વિશે, નહીં તો…
હાર્બર લાઈન પર સીએસએમટીથી ચુનાભટ્ટી, બાંદ્રા વચ્ચે Up Down Line પર સવારે 11 વાગ્યાથી બપોરે 4.40 વાગ્યા સુધી મેગા બ્લોક લેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આ સ્ટેશનો દરમિયાન ટ્રેનવ્યવહાર બંધ રહેશે. સીએસએમટી, વડાલાથી વાશી, બેલાપુર, પનવેલ માટે રવાના થનારી લોકલ ટ્રેનો ચાલુ રહેશે.
પશ્ચિમ રેલવે પર આવતીકાલે કોઈ પણ પ્રકારનો મેગા બ્લોક કે જંબો બ્લોક નહીં લેવામાં આવે. પશ્ચિમ રેલવેમાં ટ્રેનો હોલીડે ટાઈમ ટેબલ પ્રમાણે દોડાવવામાં આવશે એવી માહિતી રેલવે અધિકારી દ્વારા આપવામાં આવી હતી.