ઘાટકોપર વેસ્ટ વિધાનસભાઃ વોર્ડ ૧૨૩થી ૧૨૯માં બદલાતા રાજકીય સમીકરણો અને વિસ્તારની મુખ્ય સમસ્યાઓ

BMC ચૂંટણી ૨૦૨૬માં મહિલા અનામત બેઠકોનું વર્ચસ્વ અને ગુજરાતી મતદારોનું ગણિત
મુંબઈઃ લોકસભા, વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી (2026)ને લઈને મુંબઈમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ગુજરાતી-મારવાડીઓની મહત્તમ વસ્તી ધરાવનારા ઘાટકોપરનું મુંબઈમાં મોટું યોગદાન પણ છે, ત્યારે સમગ્ર વિસ્તારની સમસ્યાથી લઈ ગુજરાતી મતદારોનો કેટલો પ્રભાવ છે એની માહિતી વિગતવાર જાણીએ.
ઘાટકોપર વેસ્ટમાં ‘એન’માં કુલ છ બેઠક છે, જેમાં વૉર્ડ નંબર: ૧૨૩/૧૨૪/૧૨૬/૧૨૭/૧૨૮ અને ૧૨૯નો સમાવેશ થાય છે. આ છ સીટમાં કુલ મતદાતા ૨,૬૧,૨૬૨ છે, જેમાં પુરુષ મતદાતા સંખ્યા ૧,૩૮,૪૭૬ છે અને મહિલા મતદારની સંખ્યા ૧,૨૨,૬૬૫ છે. આ વખતે વર્ષ ૨૦૨૬ની મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીમાં છમાંથી પાંચ બેઠક મહિલા અનામત થઇ ગઈ છે, જયારે ફક્ત એક બેઠક જનરલમાં ગઈ છે.
વોર્ડ નંબર ૧૨૩ (જનરલ)
વિસ્તાર: પાર્કસાઈટ
૨૦૧૭માં આ બેઠકની કેટેગરી મહિલા માટે અનામત હતી
૨૦૧૭માં મળેલા વોટ:
. ઉમેદવાર- સ્નેહલ સુનિલ મોરે વોટ-૯૩૨૨ (અપક્ષ) હાલમાં યુટીબી (જીતેલા ઉમેદવાર)
. ઉમેદવાર- ડો. ભરતી બાવદાને વોટ-૮૫૯૭ શિવસેના (અવિભાજિત)
- ગુજરાતી મતદારોનો પ્રભાવ કેટલો?
પાર્કસાઈટ વિસ્તારમાં મરાઠી, ઉત્તર ભારતીય અને મુસ્લિમોની વસ્તી વધારે છે પણ ગુજરાતી વસ્તીનું પ્રભુત્વ પાંચથી સાત ટકા હોવાને કારણે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
. વિસ્તારની મૂળ સમસ્યા: અપૂરતું પાણી અને ખરાબ રસ્તાથી નાગરિકો કંટાળી ગયા છે
વોર્ડ નંબર ૧૨૪ (જનરલ મહિલા)
વિસ્તાર: વિક્રોલી સ્ટેશન રોડ, કલ્પતરુ, પાર્કસાઈટ , વાધવા, ઓર્ચિડ
૨૦૧૭માં પણ આ બેઠક જનરલ કેટેગરી મહિલા માટે અનામત હતી
૨૦૧૭માં મળેલા વોટ:
. ઉમેદવાર- જ્યોતિ હરુન ખાન વોટ- ૬૬૮૬ (એનસીપી-શરદ પવાર-જીતેલા ઉમેદવાર) હાલ શિવસેના-શિંદે
. ઉમેદવાર- નમિતા કિણી વોટ- ૩૯૦૬ બીજેપી
- ગુજરાતી મતદારોનો પ્રભાવ કેટલો?
આ વિસ્તારમાં મરાઠી, ઉત્તર ભારતીય અને મુસ્લિમોની વસ્તી વધુ હોવા છતાં ગણતરીના ગુજરાતીઓ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. - વિસ્તારની મૂળ સમસ્યા: અપૂરતું પાણી અને બીએમસી કોલોનીનું રિડેવલપમેન્ટ વર્ષોથી અટકી પડ્યું છે.
વોર્ડ નંબર ૧૨૬ (જનરલ મહિલા)
વિસ્તાર: સંઘાણી એસ્ટેટ, અમૃત નગર અને ઇન્દિરા નગર
૨૦૧૭માં પણ આ બેઠક ઓબીસી મહિલા માટે અનામત હતી.
૨૦૧૭માં મળેલા વોટ
. ઉમેદવાર- ડો. અર્ચના ભાલેરાવ વોટ-૧૨૭૫૯ (એનસીપી-શરદ પવાર-વિજેતા )હાલ બીજેપીમાં
. ઉમેદવાર- પૂનમ બોરડે વોટ- ૬૦૮૯ બીજેપી
- ગુજરાતી મતદારોનો પ્રભાવ કેટલો?
આ વિસ્તારમાં ૮૦ ટકાથી વધુ ગુજરાતી મતદારો છે, તેથી ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ગુજરાતી મતદારોના હાથમાં રહેશે. - વિસ્તારની મૂળ સમસ્યા: ડિફેન્સ લેન્ડ (નેવલ પાર્ક હોવાને કારણે નવા ડિફેન્સ કાયદા પ્રમાણે કોઈ નવું રી-ડેવપલપમેન્ટ નથી થઇ રહ્યું જેને કારણે નવા ડેવલપમેન્ટના કામ બંધ પડ્યા છે)
વોર્ડ નંબર ૧૨૭ (જનરલ મહિલા)
વિસ્તાર: ભીમનગર, ગોલીબાર રોડ
૨૦૧૭માં આ બેઠક જનરલ કેટેગરીમાં હતી.
૨૦૧૭માં મળેલા વોટ:
. ઉમેદવાર- તુકારામ કૃષ્ણ(સુરેશ)પાટીલ વોટ-૮૫૯૬ (અવિભાજિત સેનાં, હવે યુટીબી-વિજેતા )
. ઉમેદવાર- રીતુ તાવડે વોટ-૪૫૭૨ (બીજેપી)
- ગુજરાતી મતદારોનો પ્રભાવ કેટલો?
આ વિસ્તારમાં દલિતો મતદારોની સંખ્યા વધુ છે પણ સાથે ઉત્તર ભારતીય અને ગુજરાતી મતદારોની અવગણના કરવું પક્ષોને પરવડશે નહીં - વિસ્તારની મૂળ સમસ્યા: અપૂરતું પાણી અને ખરાબ રસ્તા
વોર્ડ નંબર ૧૨૮
વિસ્તાર: ભટ્ટવાડી , માણેકલાલ, જીવદયા લેન, ગાંધીનગર
(ઓબીસી મહિલા) ૨૦૧૭માં આ બેઠક જનરલ કેટેગરીમાં મહિલા માટે અનામત હતી.
૨૦૧૭માં મળેલા વોટ:
. ઉમેદવાર- અશ્વિની દિપક હાંડે વોટ-૧૨૯૮૦ (અવિભાજિત સેનાં,શિવસેના-શિંદે-વિજેતા)
. ઉમેદવાર- શુભાંગી શીરકે વોટ- ૪૯૧૦ (અપક્ષ)
- ગુજરાતી મતદારોનો પ્રભાવ કેટલો?
ઉમેદવારોનું ભવિષ્ય ગુજરાતી મતદારોના હાથમાં રહેશે કારણકે આ વિસ્તારમાં ૯૦ ટકાથી વધુ મતદારો ગુજરાતીઓ છે. - વિસ્તારની મૂળ સમસ્યા: અપૂરતું પાણી અને બીએમસી કોલોનીનું રિડેવલપમેન્ટ વર્ષોથી અટકી પડ્યું છે .
વોર્ડ નંબર ૧૨૯ (ઓબીસી મહિલા)
વિસ્તાર: માણેકલાલ, પારસીવાડી, નારાયણ નગર, ચિરાગ નગર
૨૦૧૭માં આ બેઠક ઓબીસી કેટેગરીમાં માટે અનામત હતી.
૨૦૧૭માં મળેલા વોટ:
. ઉમેદવાર- સૂર્યકાન્ત ગવળી વોટ-૬૯૨૭ (બીજેપી-વિજેતા)
. ઉમેદવાર- પ્રવીણ માંડવકર વોટ-૬૭૧૨ (અવિભાજિત સેનાં)
- ગુજરાતી મતદારોનો પ્રભાવ કેટલો?
આ વિસ્તારમાં ૯૦ ટકાથી વધુ મતદારો ગુજરાતીઓ છે. માણેકલાલ ગુજરાતી વિસ્તાર ગણાય છે, જયારે પારસીવાડી, નારાયણ નગરમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓની સાથે મરાઠી અને ઉત્તર ભારતીયોની પણ વસ્તી છે. ચિરાગ નગરમાં મિક્સ વસ્તી છે. આ બેઠક પર ગુજરાતીઓ ના માટે નગરસેવક નક્કી કરશે. - વિસ્તારની મૂળ સમસ્યા: ડિફેન્સ લેન્ડ (નેવલ પાર્ક હોવાને કારણે નવા ડિફેન્સ કાયદા પ્રમાણે કોઈ નવું રી-ડેવપલપમેન્ટ નથી થઇ રહ્યું જેને કારણે નવા ડેવલપમેન્ટના કામ બંધ પડ્યા છે)



