ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના સ્ટ્રક્ચરલ એન્જિનિયરને પાંચ દિવસની પોલીસ કસ્ટડી

મુંબઈ: ઘાટકોપરમાં 17 જણનો ભોગ લેનારી હોર્ડિંગ દુર્ઘટનામાં ધરપકડ કરાયેલા સ્ટ્રક્ચરલ એન્જિનિયરને કોર્ટે પાંચ જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
હોર્ડિંગ દુર્ઘટનાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે મુલુંડમાં રહેતા સ્ટ્રક્ચરલ એન્જિનિયર મનોજ રામકૃષ્ણ સંધુની ધરપકડ કરી હતી. શુક્રવારે સંધુને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. મૅજિસ્ટ્રેટે તેને પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના Act of God?: બચાવ પક્ષના વકીલની દલીલે આ ફિલ્મની યાદ અપાવી…
મુંબઈ મહાનગરપાલિકાની પૅનલ પરથી કાઢી મૂકવામાં આવેલા એન્જિનિયર સંધુએ એપ્રિલ, 2023માં હોર્ડિંગ માટે સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપ્યું હતું. આ હોર્ડિંગ 13 મેના રોજ ભારે પવન અને કમોસમી વરસાદ બાદ પેટ્રોલ પમ્પ પર તૂટી પડ્યું હતું.
આ કેસમાં ધરપકડ કરાયેલો સંધુ બીજો આરોપી છે. પોલીસે અગાઉ ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર ભાવેશ ભિંડેની ધરપકડ કરી હતી, જે અત્યારે ન્યાયિક કસ્ટડીમાં છે.