આમચી મુંબઈમહારાષ્ટ્ર
ગણપત ગાયકવાડને 14 ફેબ્રુ. સુધીની પોલીસ કસ્ટડી

થાણે: ઉલ્હાસનગરમાં પોલીસ સ્ટેશનમાં એકનાથ શિંદે જૂથના નેતા પર ગોળીબાર કરવા બદલ ધરપકડ કરાયેલા ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડને શનિવારે કોર્ટમાં હાજર કરાતાં તેને 14 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
ગણપત ગાયકવાડ, તેના ખાનગી બોડીગાર્ડ હર્ષલ કેણે તથા સંદીપ સરવણકરને ઉલ્હાસનગરમાં ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં શનિવારે સાંજે હાજર કરવામાં આવ્યા હતા. મેજિસ્ટ્રેટ એ. એ. નિકમે ત્રણેય જણને પોલીસ કસ્ટડી ફટકારી હતી.