આમચી મુંબઈમહારાષ્ટ્ર

રક્ષા બંધનના દિવસથી રાજ્યમાં ‘લાડકી બહેન’ યોજનાના શ્રી ગણેશ

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની ‘મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજના‘નો પ્રથમ હપ્તો રક્ષાબંધન પર આપવામાં આવશે. રાજ્ય સરકાર આ માટે તમામ સ્તરે તૈયારી કરી રહી છે. 1 કરોડ મહિલાઓને એક સાથે બે હપ્તા આપવામાં આવશે. અત્યાર સુધીમાં 1 કરોડ 40 લાખ અરજીઓ આવી છે જેમાંથી 1 કરોડ અરજીની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. જોકે, જ્યાં સુધી આ યોજનાનો પહેલો હપ્તો લાભાર્થીઓને નહીં મળે ત્યાં સુધી અન્ય યોજનાઓ અટકી પડી હોવાનું જાણવા મળ્યું છે.

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના શરૂ કરી છે. આ યોજનાનો પ્રથમ હપ્તો રક્ષાબંધનના પર્વના સપરમા દિવસે આપવામાં આવશે. જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો ત્રણ હજાર રૂપિયાનો સંયુક્ત હપ્તો લાભાર્થી મહિલાઓના બેંક ખાતામાં સીધો જમા કરવામાં આવશે.

આજની તારીખમાં આ યોજનાની પરિસ્થિતિ શું છે? અત્યાર સુધીમાં 1 કરોડ 40 લાખ 10 હજાર 215 અરજીઓ ઓનલાઈન કરવામાં આવી છે. એમાંથી 1 કરોડ અરજીની ચકાસણી થઈ ગઈ છે. આ પૈકી ૮૩ ટકાથી વધુ અરજીઓ માન્ય જાહેર કરવામાં આવી છે. લગભગ 12,000 અરજીઓને અમાન્ય જાહેર કરવામાં આવી છે. ઘણી મહિલાઓએ બેંકમાં ખાતું ન ખોલ્યું હોવાથી ઘણી અરજીઓને અમાન્ય જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ‘મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન’ યોજના માટે આદેશ જારી

એક જ પરિવારની કોઈ પણ મહિલાને બેવડો લાભ નહીં મળે. જોકે, જો કોઈ યોજનાનો લાભ 1500 રૂપિયાથી ઓછો હશે તો તફાવતની રકમ મહિલાને આપવામાં આવશે. પણ જો કોઈ મહિલાને વધુ લાભ મળતો હશે તો તે મહિલાને આ યોજનાનો લાભ નહીં મળે.

મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજનાથી રાજ્યના અર્થતંત્ર પર પણ ભારે દબાણ આવશે. આ મહિને રક્ષાબંધનના પર્વ પર લગભગ એક કરોડ મહિલાઓને તેમનો લાભ સીધો તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. પરિણામે અન્ય ખાતાઓની નવીન યોજનાઓ હોય તો એના ભંડોળ બંધ થાય છે કે નહીં એ જાણવા મળશે.

આ યોજના આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વની હોવાથી લાભાર્થીઓને યોજનાનો પ્રથમ હપ્તો અપાયા બાદ જ અન્ય ભંડોળ આપવામાં આવશે તેવી ચર્ચા છે. આ કારણસર અન્ય વિભાગોના પ્રધાનોમાં વ્યાપક રોષ ફેલાયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ.. રાત્રે કરવામાં આવતી આ ભૂલોને કારણે વધે છે વજન